Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

આજથી મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પરનો ચારોટી ફલાયઓવર અઠવાડિયા માટે બંધ કરાશે

મુંબઇ તા. ર૪: મુંબઇ-અમદાવાદ નેશનલ હાઇવે પર દહાણુના ચારોટીનો ફલાયઓવર આજથી એક અઠવાડિયા સુધી સમારકામ માટે બંધ કરવામાં આવશે. આથી વાહનોને ફલાયઓવરની નીચેથી પસાર થતા સર્વિસ-રોડ પર ડાઇવર્ટ કરાશે.

ચારોટી ટોલનાકા અને નદી પરના પુલ બાદ તરત જ આવતા ફલાયઓવર પર છેલ્લા કેટલાક મહિનામાં નાના-મોટા અકસ્માત થયા હતા. આ ફલાયઓવર સુરત-દહિસર નેશનલ હાઇવેના પ્રોજેકટ અંતર્ગત પાંચ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યો હતો. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીએ કહ્યું હતું કે ચોમાસા પહેલાં સમારકામ હાથ ધરવા માટે આ ફલાયઓવર એક અઠવાડિયા માટે બંધ કરાશે.

આ ફલાયઓવર દહાણુ-નાશિક રોડના જંકશન પર આવેલો હોવાથી એ મહત્વનો છે. ગુજરાત અને પાલઘર જિલ્લાના વાહનચાલકો આ જંકશન પરથી નાશિક અને શિર્ડી તરફ જવા ઉપયોગ કરે છે.

(3:44 pm IST)
  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST

  • રાજયસભાની ચૂંટણીના ૫ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર મનીષ દોશી, બાબુભાઈ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિત ૫ નામો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો કરશે મંથન access_time 5:39 pm IST

  • ગુજરાતમાં ત્રણ-ચાર દિવસ વરસાદની આવન-જાવન ચાલુ રહેશેઃ હવામાનની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે અમદાવાદમાં ખૂબ સારો વરસાદ પડી ગયોઃ ગુજરાતમાં આવતા ત્રણ- ચાર દિવસ વરસાદની આવન- જાવન ચાલુ રહેશેઃ જયારે કચ્છમાં છુટોછવાયો વરસાદ પડશે access_time 11:41 am IST