Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

કૃતિકાની ૩ પાનાની સુસાઇડ નોટ કઠણ કાળજાના પોલીસ અધિકારીને પણ હલબલાવી ગઇઃ અકળ કારણ

કોલકતા : શુક્રવારે શાળાના વોશરૂમમાં આત્મહત્યા કરનાર કૃતિકા પોલની બાજુમાં પડેલી તેની સુસાઇડ નોટમાં લખ્યુ હતું કે મારી અંતિમક્રિયા સારી રીતે કરજો. તેની અંતિમ ઇચ્છાને માન આપીને શનિવારે તેના પરિવાર, સગાઓ અને મિત્રોએ ૧૪ વર્ષની બાળાને બરૂઇપુરના સ્મશાનમાં તેને લાગણી સભર વિદાય આપી હતી.

કુટુંબના એક અંગત મિત્ર અનુસાર, પોલનું પૈતૃક ઘર બરૂઇપુર ખાતે આવેલ છે. એટલે અમે તેની અંતિમવિધિ માટે બરૂઇપુરનું સ્મશાન પસંદ કર્યુ હતુ. તે હવે નથી રહી તેવું કોઇ માની નથી શકતુ. તેની ઘણી યાદો અમારી સાથે જોડાયેલ છે. તે જીંદગીમાં ઘણુ કરશે તેવી અમને બહુ આશાઓ હતી કેમ કે તે બહુ હોશીયાર અને માયાળુ હતુ.

એસએસકેએમ હોસ્પીટલમાં તેનું શબ પોસ્ટમોર્ટમ પછી સોંપવામાં આવ્યુ હતુ. પ્રાથમિક રીપોર્ટ અનુસાર તેનું મોત ઓકસીજનના અભાવે થયુ હોવાનું જણાય છે. તેણીએ પોતાના ચહેરા પર પ્લાસ્ટીકની થેલી વીટીને સ્કર્ટમાં ભરાવી દીધી હતી જે તેના મૃત્યુનુ કારણ બન્યુ હતુ. ઉપરાંત તેના કાંડા પર ઘા ના નિશાન જોવા મળ્યા હતા. પણ તે જીવલેણ નહોતા તેમ પોલીસ અધિકારીનું કહેવું છે

તે ઇન્ટરનેટ ઉપર ઓછો સમય પસાર કરતી હતી અને તેના શિક્ષકો કહે છે તેના મોબાઇલ લેપટોપ પરથી કંઇક જાણવા મળશે કૃતિકા વાંચવાની શોખીન હતી અનેક પુસ્તકો વાંચ્યા હતા. તેને કોઇ ક્રાઇમ વેબ સીરીઝ પરથી આવો વિચાર આવ્યો હોવાનું પણ પોલીસ ઓફિસર માને છે. પણ તેની ત્રણ પાનાની સુસાઇડ નોટ કઠણ કાળજાના પોલીસ અધિકારીઓને પણ આપનારી હતી જેમાં તેણે આપવીતી લખી હતી જે તેને મોત તરફ દોરી ગઇ હતી. આ નોટ તેણે આત્મહત્યા  દરમિયાન જ લખી હતી. તેણે કાંડા પરના છરકામાંથી લોહી ટપકવાથી થતા દર્દ અને શ્વાસ લેવામાં થતી તકલીફનું વર્ણન કર્યુ છે. પોલીસનું માનવું છે ત્રીજુ પાનુ તેણે આત્મહત્યા દરમિયાન લખ્યુ હશે જયારે પહેલા બે પાના તેણે પહેલા લખ્યા હશે કેમ કે તેના અક્ષરો વ્યવસ્થિત જણાય છે.

સુસાઇડ નોટના પહેલા બે પાના કોઇપણ છેકછાક વગરના સુસ્પષ્ટ લખાયેલા છે. જેમાં કૃતિકાએ લખ્યુ હતુ કે તે કેટલીક રાતોથી સુતી નથી અને હવે તે સુઇ જવા માંગે છે. તેણે એમ પણ લખ્યુ છે કે તે પહેલા ધોરણમાં હતી ત્યારથી તેની મરવા ઇચ્છા હતી.

છેલ્લા પાનામાં તેણે લખ્યુ હતું કે મારૂ મગજમાં  અત્યારે ગુચવાડો ચાલી રહયો છે એટલે હું બધી વિગતો સમયાનુસાર નથી લખી શકતી પણ આના માટે હું અને ફકત હું જ જવાબદાર છુ અને હું ઇચ્છુ છુ કે પોલીસ આના માટે અન્ય કોઇ વ્યકિતને પરેશાન ન કરે હું ઘણા સમયથી આ વિચાર સામે લડી રહી હતી. કેટલાક લોકો એવુ઼ માનતા હશે કે હું મારી જાને નહી મારી શકું.

પશ્ચિમ બંગાળના પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટસ કમિશનના ચેર પર્સન અનન્યા ચેટર્જી ચક્રવર્તીએ શાળના મુલાકાત લીધી હતી. તેમણે કહયું હતું કે મને  જાણવા મળ્યું હતું કે શુક્રવારે શાળામાં દરેક વર્ગના ટોપર્સનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં કૃતિકા પણ સામેલ હતી. તે દસમાં ધોરણની ટોપર હતી અને તે વખતે હું બહુ મોજમાં હતી.

(3:42 pm IST)