Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુસેનાના પ્લેન ભારતમાં ઘુસ્યાના આક્ષેપને વાયુસેનાએ ફગાવ્યા

વાયુસેનાના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ પાકિસ્તાન આપણા હવાઈ ક્ષેત્રમાં ક્યારેય આવ્યુ ન હતુ.

નવી દિલ્હી :ભારતીય વાયુસેનાએ કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની વાયુસેનાના વિમાન  ભારતમાં આવ્યા હોવાના આક્ષેપને ઈન્ડિયન વાયુસેનાએ ફગાવ્યો છે. ભારતીય વાયુસેનાના પ્રમુખ બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ કે પાકિસ્તાન આપણા હવાઈ ક્ષેત્રમાં ક્યારેય આવ્યુ ન હતુ. બાલાકોટ એરસ્ટ્રાઈકનો હેતુ આતંકી શિબિર પર હુમલો કરવાનો હતો. અને તેમાં ભારતીય વયુસેના સફળ પણ થઈ હતી.

  જોકે, પાકિસ્તાની વાયુસેના એલઓસીને પાર પણ કરી ન હતી. પાકિસ્તાના એરપોર્ટ બંધ થવા પર બિરેન્દ્રસિંહ ધનોઆએ કહ્યુ હતુ કે ,પાકિસ્તાને તેમના એરપોર્ટને બંધ કર્યા છે અને તે તેઓની સમસ્યા છે. તેમણે કહ્યુ કે, આપણી અર્થ વ્યવસ્તા વધુ મોટી છે. અને હવાઈ સેવા તેનો મહત્વપૂર્ણ ભાગ છે.

(12:54 pm IST)