Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

" શ્રી સ્વામિનારાયણ મહોત્સવ " : અમેરિકાના હ્યુસ્ટનમાં પ.પૂ.108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજીના સાનિધ્યમાં 29 મે થી 3 જૂન 2019 દરમિયાન ઉજવાઈ ગયેલો ઉત્સવ : પોથીયાત્રા ,અભિષેક ,અન્નકૂટ ,રાસ ગરબા, નૃત્ય નાટિકા ,મહિલા શિબિર ,સહિતના આયોજનોથી હરિભક્તો ભાવવિભોર

હ્યુસ્ટન : અમેરીકાના હ્યુસ્ટન શહેરમા વિશાળ ફલક પર નિર્માણ થઈ રહેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવિઆચાર્ય પ.પુ. ૧૦૮ શ્રી નૃગેન્દ્રપ્રસાદજીમહારાજના દિવ્ય સાનિધ્યમા 'શ્રી સ્વામિનારાયણ મહોત્સવ' ઉજવાયો હતો. અને આ મહોત્સવમા દેશ વિદેશમા સુપ્રસિધ્ધ કથાકાર સરધાર નિવાસી પૂ. સ્વામી શ્રી નિત્યસવરુપદાસજી પધારી સંગીતની સુરાવલીઓ સાથે કથાનુ રસપાન કરાવ્યુ  હતુ. અને મહોત્સવ દરમ્યાન ટેક્સાસ રાજ્યના કોંગ્રેસમેન (સાંસદ) પીટ ઓલ્સન પધારી પોતાનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું હતું કે મારે પણ એકવાર ગુજરાત જરૂર આવવું છે કારણકે તે ભગવાન સ્વામિનારાયણ,  મહાત્મા ગાંધીજી, અને નરેન્દ્રમોદીની કર્મભૂમિ રહી છે

આ મહોત્સવનુ આયોજન મે ૨૯ થી જુન 3 એમ કુલ પાંચ દિવસ અમેરીકાની ધરતી પર સૌપ્રથમ વાર જર્મન ડોમ કરાયુ હતુ જેમા ૧૦૦૦ થી વધારે લોકોએ મહોત્સવનો લાભ લીધો હતો.

આ મહોત્સવમા પોથીયાત્રા, દેવોનો અભિષેક, અન્ન્કુટ ઉત્સવ, રાસગરબા ઉત્સવ જેવા ઉત્સવો ઉજવાયા હતા. અને બાળકો તથા યુવાનો દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમ, નૃત્ય, નાટકની રજૂઆત થઈ હતી તેની સાથે સાથે મહિલા સશક્તિકરણ અંતર્ગત પ.પૂ. અ.સૌ. વહુજીમહારાજ તથા સાંખ્યોગી બહેનોના સાનિધ્યમા  મહિલા શિબરનુ બેદિવસિય આયોજન કરાયુ હતુ, જેમા ૩૦૦ થી વધારે મહિલાઓએ ભાગ લિધો હતો.

મંદિરના પ્રેસિડેંટ ડો. શ્રી દિનેશભાઈ પટેલે મંદિરના પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જ્ણાવ્યુ હતુ કે અહિ શિખરબદ્ધ મંદિરની સાથે સાથે કિડ્સ કલ્ચરલ સ્કુલ, મેડિકલ સેંટર, સિનિયર સિટીજન સેંટર, યોગા સેંટર  તેમજ કથા અને પ્રસાદ હોલનુ નિર્માણ થશે જેનાથી કોમ્યુનિટી તથા સમાજને ઘણો લાભ થશે...પ્રોજેકટ વિષે વધુ માહિતી મંદિરની વેબસાઇટ www.svg.org/houston પરથી મેળવી શકાશે. તેવું શ્રી મદનમોહન પટેલની યાદી જણાવે છે.

 

(12:47 pm IST)
  • સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ ગોંડલ પંથકના રામોદ, મોવીયા, દેરડીમાં ભારે પવન સાથે વરસાદ : અમરેલીના બાબરામાં ધરાઈ અને લાઠી પંથકમાં પણ વરસાદ શરૂ : સાવરકુંડલા અને કુંકાવાવ પંથક પણ વરસાદથી રાજીના રેડ : ભાવનગરમાં ધોળા જંકશન, ઉમરાળામાં ગાજવીજ સાથે વરસાદ : સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ access_time 5:41 pm IST

  • મનોજ તિવારીને ધમકી આપનાર શખ્શની ધરપકડ :આરોપીએ પ્રખ્યાત થવા ધમકી આપ્યાનું રતન :દિલ્હી ભાજપના પ્રમુખ ને ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપસર વિશ્વજીત નામના શખ્શને ઝડપી લેવાયો access_time 12:50 am IST

  • જૂનાગઢ મહાનગર પાલિકાની 21મી જુલાઈએ ચૂંટણી :23મી જુલાઈએ મતગણતરી :ગાંધીનગર મનપાના વોર્ડ,ન,3ની પેટાચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પણ 21મી જુલાઈએ થશે મતદાન: 6ઠ્ઠી જુલાઈથી ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે :9મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ access_time 7:03 pm IST