Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

નવી કેબલ ટેરીફ સીસ્ટમમાં ફેરફાર કરી શકે છે ટ્રાઇ

પ્રીમીયમ ચેનલોને બાદ કરતા હવે ચેનલોના સમુહના હિસ્સાવાળી કોઇપણ ચેનલના ભાવ ૧૯ થી નહિ વધે

નવી દિલ્હી તા. ર૪ : દેશની બ્રોડકાસ્ટીંગ રેગ્યુલેટર ઓર્થોરીટી ટઇએ નવી કેબલ ટેરીફ સીસ્ટમની ખામીઓને દુર કરવા માટે ફેરફારનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. જો કે ટ્રાઇ ચીફ આરએસ શર્માનું કહેવું છેકે જરૂરી ડેટા એકઠા કર્યાવગર ટ્રાઇ આ ફેરફારો નહીં કરે તેમણે કહ્યું કે નવી વ્યવસ્થાથી ફેરફારનો નવો દોર ચાલુ થયો છે અને પારદર્શકતા વધી છે. હવે ગ્રાહકો ઓપરેટરોમાંથી પોતાની પસંદનો ઓપરેટર નકકી કરી શકે છે.તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું છે. ''જયારે પણ કોઇ નવી વસ્તુ આવે તો તે કેટલાક ક્ષેત્રોમાં આશા પ્રમાણે કામ નથી કરતી કેટલાક ક્ષેત્રોમાં ફેરફાર પણ કરવા પડે છે. જો કે અમે જલ્દબાજીમાં કોઇ પગલું નહીં ભરીએ.''

તેમણે કહ્યું ''અમે પહેલા તો એ જોઇ રહ્યા છીએ કે ટેરીફ સિસ્ટમને લાગુ કરવામાં કોઇ કસર તો નથી રહી ગઇ જેથી તેમાં સુધારો કરી શકાય. ગડબડોને સુધારવા માટે ડેટાની પણ જરૂર પડશે. અમે એઆરપીયુ અને કેસની સંખ્યા જેવી ચીજોના આધારે નિર્ણય નહીં કરીએ અમે આ બાબતો સાવધાની પુર્વક જોવાની સાથેજ ડેટા પણ એકઠા કરી રહ્યા છીએ. સમય આવ્યે અમે રેગ્યુલેશનમાં સુધારો કરશું''

ગયા વર્ષે ડીસેમ્બરમાં નવો કેબલ પ્રાઇઝ રીઝયુમ લાવ્યું હતું. જેમાં ગ્રાહકોને તેઓ જે ચેનલ જોવા માગતા હોય તેનું જ પેમેન્ટ કરવાનું રહેશે તેનાથી બધી ચેનલોની કિંમત અલગ અલગ થઇ ગઇ ટ્રાઇએ કેટલીક વાર ડેડલાઇન વધાર્યા પછી આ વર્ષના ફેબ્રુઆરીથી નવા નિયમો લાગુ કરી દીધા હતા હવે કોઇપણ ચેનલની કિંમત ૧૯ રૂપિયાથી વધારે ન થઇ શકે જે ચેનલો કોઇ ગ્રુપનો ભાગ ન હોય તેને પ્રિમીયમ ચેનલ ગણવામાં આવે છે તેના ભાવ પર કોઇ રોક નથી લગાવવામાં આવી આ ઉપરાંત કોઇ પણ ચેનલ પોતાના પેકેજ પર કેટલું ડીસ્કાઉન્ટ આપી શકે તેના પર કોઇ લીમીટ નથી. જો કે આ સીસ્ટમથી કેટલાક ગ્રાહકોને ભાવ ઘડયો છે તો કેટલાકને માટે વધ્યો છે. શર્માએ એ નથી જણાવ્યું કે ખામીઓ દુર કરવા દરમ્યાન ગ્રાહકોના મંથલી બિલ ઘટાડવાના પ્રયત્નો પર ધ્યાન અપાશે કે નહી.

(11:47 am IST)
  • રાજયસભાની ચૂંટણીના ૫ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર મનીષ દોશી, બાબુભાઈ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિત ૫ નામો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો કરશે મંથન access_time 5:39 pm IST

  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST

  • ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓનું વિસર્જન : કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસ : ઉતર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓને વિખેરી નાંખી : આગામી પેટા ચૂંટણીના અનુસંધાને બે-બે કમીટી મેમ્બરને જવાબદારી સોપાઇ access_time 4:09 pm IST