Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ભ્રષ્‍ટ અધિકારીઓની ત્રીજી યાદી તૈયાર કરી

વડાપ્રધાન મોદી આકરા પાણીએ

નવી દિલ્‍હી તા. ર૪ : વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર એની બજી મુદતમાં કેન્‍દ્રીય ભ્રષ્‍ટાચારી હોય, મહિલા કર્મચારીઓની જાતીય સતામણી કરતા હોય તેમ જ વ્‍યવસ્‍થિત રીતેકામ ન કરતા હોય એવા અધિકારીઓ માટે વધારે કડક બની રહી છે  એવા અધિકારીઓની એક વધુ-ત્રીજી યાદી તૈયાર કરાઇ છે.

આગલી બે યાદીમાં ર૭ આઇઆરએસ (ઇન્‍ડિયન રેવેન્‍યુ સર્વિસ) અને કસ્‍ટમ્‍સ તથા સેન્‍ટ્રલ એકસાઇઝ અધિકારીઓનાં નામ હતાં. એમની સામે પગલાં લેવાનું શરૂ પણ કરી દેવામાં આવ્‍યું છે.

પહેલા ઇન્‍કમ ટેકસ વિભાગના સિનિયર અધિકારીઓને નોકરીમાંથી કાઢી મુકયા બાદ સરકારે કસ્‍ટમ્‍સ અને સેન્‍ટ્રલ  એકસાઇઝ વિભાગના ૧પ અધિકારીઓને ભ્રષ્‍ટાચાર અને લાંચ લેવાના આરોપસર નોકરીમાંથી બરતરફ કર્યા હતા. ભ્રષ્‍ટ અધિકારીઓની નવી, ત્રીજી યાદીમાં આશરે પ૦-૬૦ અધિકારીઓનો સમાવેશ કરાયો હોવાનું કહેવાય છે. સરકારે તમામ મંત્રાલયો તથા જાહેર ક્ષેત્રની કંપનીઓના સંચાલકોને કહ્યું છે કે તેઓ દર મહિને એવા અધિકારીઓનાં નામ આપે, જેમને નિતિ મુદત કરતા વહેલા નિવૃત્તિ આપી દેવામાં આવશે સરકાર આ જ રીતે ઇન્‍ડિયન પોલીસ સર્વિસ (આઇપીએસ) ના ભ્રષ્‍ટ અને કામ કરવામાં અવળચંડાઇ કરતા અધિકારીઓને બરતરફ કરવાની છે. સેન્‍ટ્રલ વિજિલન્‍સ કમિશને પ૦-૬૦ જેટલા વધુ ભ્રષ્‍ટાચારી અધિકારીઓના નામ સરકારને જણાવ્‍યા છે અને એમની કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવા માટે સરકારે એક અલગ વિભાગની પણ રચના કરી છે.

(11:08 am IST)