Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

કાયદો ઇ કાયદો

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ફડણવીસે પાણીનું બિલ ન ભર્યુઃ BMC એ ઘરને ડીફોલ્‍ટ માન્‍યું

નવી દિલ્‍હી, તા.૨૪: મહારાષ્ટ્રમાં એક રસપ્રદ મામલો સામે આવ્‍યો છે. બોમ્‍બે મહાનગરપાલિકાએ રાજયના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્‍થાન વર્ષા'ને ડિફોલ્‍ટર જાહેર કર્યુ છે. ફડણવીસના ઘરનું લગભગ સાડા સાત લાખ રુપિયાનું પાણીનું બિલ બાકી છે, આ કારણ છે કે નિવાસસ્‍થાનને ડિફોલ્‍ટર જાહેર કરવામાં આવ્‍યું છે.

મૂળે, એક આરટીઆઈ દ્વારા આ મામલો સામે આવ્‍યો છે. જેમાં જાણવા મળ્‍યુ્ર છે કે મહારાષ્ટ્રમાં બનેલા સરકારી આવાસો એટલે કે મંત્રીઓ કે નેતાઓના આવાસ પર જ BMC ના લગભગ ૮ કરોડ રૂપિયા લેવાના બાકી છે. આરટીઆઈના ખુલાસા બાદ તે નામ પણ સામે આવવા લાગ્‍યા છે, જેની પર રકમ બાકી છે.

આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં સૌથી પહેલું નામ રાજયના મુખ્‍યમંત્રીનું છે. આ ઉપરાંત પણ જો સ્‍થાનિક મીડિયાના રિપોર્ટ મુજબ, આ યાદીમાં પંકજા મુંડે, એકનાથ શિંદે, સુધીર મુનગંટીવાર, વિનોદ તાવડે જેવા રાજયના મોટા નામ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, બોમ્‍બે મહાનગરપાલિકા પર શિવસેના અને ભાજપની સત્તા છે. ઘણા લાંબા સમયથી BMC પર શિવસેના-ભાજપની સત્તા રહી છે.

(3:05 pm IST)