Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

યુપીના પૂર્વ મુખ્‍યમંત્રી માયાવતીએ બોલાવી બેઠકઃ ચુંટણીમાં પછડાટ બાદ હવે નવેસરથી રણનિતી ઘડવાનો વ્‍યૂહ

નવી દિલ્‍હી : લોકસભા ચૂંટણી બાદ હવે યૂપીના પૂર્વ મુખ્યમંત્રી અને બસપાના અધ્યક્ષા માયાવતીએ પાર્ટીમાં મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. જે માટે માયાવતીએ પોતાની પાર્ટીની એક મોટી બેઠક બોલાવી છે.

આ બેઠકમાં લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ નવેસરથી રણનીતિ બનાવવામાં આવશે. સાથો સાથ બસાપમાં મોટા ફેરબદલ કરવા માટે પણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વમાં તમામ પદાધિકારીઓ અને ઝોનલ કોર્ડિનેટર્સ સામમેલ થશે. આ બેઠકમાં માયાવતી દેશભરમાં પાર્ટીના વિસ્તાર કરવા માટે નવી રણનીતિ બનાવવા માટે અને યૂપીમાં પેટા ચૂંટણીની તૈયારીઓ તથા પાર્ટીમાં મોટા ફેરબદલને લઈને ચર્ચા કરશે.

મહત્વની વાત છે કે, આ દરમિયાન માયાવતી સપા અને બસપાના ગઠબંધનની સ્થિતિ પણ સ્પષ્ટ કરશે. જેથી કરીને જો ગઠબંધન તૂટે તો પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓને કોઈ મુશ્કેલી ના રહે. બસપાના કાર્યાલય ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

(12:00 am IST)