Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

માયાની નજર ૧૩ સીટોની પેટા ચૂંટણી પર કેન્દ્રિત થઈ

૧૩ સીટો પૈકી પાંચ સીટ પશ્વિમ ઉત્તર પ્રદેશમાં : ૧૩ સીટો પૈકી ૧૧ સીટ ભાજપ પાસે રહેલી છે : રિપોર્ટ

લખનૌ, તા. ૨૩ : બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ આજે પરિવારવાદને મહત્વ આપીને ભત્રીજા આકાશને પાર્ટીના નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા છે. ભાઈને રાષ્ટ્રીય ઉપાધ્યાક્ષ બનાવી દીધા છે. માયાવતીને નજર ૧૩ સીટો પર યોજાનારી પેટા ચૂંટણી ઉપર કેન્દ્રિત થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં બસપની યોજાયેલી બેઠકમાં ૧૩ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના મુદ્દા પર વિસ્તાર પૂર્ણ ચર્ચા થઈ હતી. આમાથી પાંચ સીટો પશ્વિમ ઉત્તર પ્રદેશની છે. આ ૧૩ સીટો પૈકી ૧૧ સીટો ભાજપની પાસે હતી. ઉત્તર પ્રદેશની ગંગોહ, ઈગ્લાસ, રામપુર, ટૂંડલા ચાર વિધાનસભા સીટોં એવી છે જે ધારાસભ્યોના સાંસદ બની જવાથી ખાલી થઈ છે. જ્યારે મેળાપુરના ભાજપ ધારાસભ્યો અવતારસિંહ રાજીનામુ આપીને કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થઈ જતા આ સીટ ખાલી થઈ છે. બીજી બાજુ ગોવિંદનગર, કેન્ટ, જેદપુર, માણેકપુર, બલહા, પ્રતાપગઢ, જલાલપુર, હમીરપુર સીટો માટે ચૂંટણી યોજાનાર છે. હમીરપુર સીટ પર ભાજપના ધારાસભ્ય અશોક સિંહને કોર્ટે હત્યાના મામલામાં આજીવન કેદની સજા ફટકારી દીધી છે. ત્યારબાદ તેઓ ગેરલાયક થયા છે.

(12:00 am IST)