Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

૧૦ પૈકીની ૭ કંપનીની મૂડી ૩૨૨૯૮ કરોડ રૂપિયા ઘટી

ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો : ટીસીએસ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંક ઉપર હજુ અકબંધ : માર્કેટ મૂડી ઘટી ૬૯૩૬૬૧.૨૫ કરોડ થઇ

મુંબઈ, તા.૨૪ : છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ ભારતીય કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૩૨૨૯૭.૯૭ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. એચડીએફસી બેંક, આઈટીસી અને એચડીએફસી સિવાય બાકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન આ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૧૧૩૫૧.૭૩ કરોડ રૂપિયા ઘટીને ૬૯૩૬૬૧.૨૫ કરોડ થઇ છે. ઇન્ફોસીસ અને કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૭૪૨૬.૦૩ અને ૩૮૫૦.૨૧ કરોડનો ઘટાડો થયો છે. એસબીઆઈ, હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. બંનેની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૩૮૩૭.૫૮ કરોડ અને ૨૯૫૩.૨૯ કરોડનો ઘટાડો થયો છે. મારુતિ સુઝુકીની માર્કેટ મૂડી ૧૮૯૭.૦૬ કરોડ રૂપિયા ઘટીને ૨૬૮૫૪૦.૧૧ કરોડ થઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં આ ગાળા દરમિયાન ૯૮૨.૦૭ કરોડનો ઘટાડો થયો છે. ટોપ ટેન કંપનીઓની વાત કરવામાં આવે તો ટીસીએસની માર્કેટ મૂડી સૌથી વધારે નોંધાઈ છે. આરઆઈએલ બીજા સ્થાન પર અકબંધ છે. શેરબજારમાં શુક્રવારના દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. કારોબારના અંતે સેંસેક્સ અને નિફ્ટી બંને નીચી સપાટીએ બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં ઉથલપાથલ રહી હોવા છતાં શેરબજારમાં તેજી રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. શુક્રવારે કારોબારના અંતે સેંસેક્સ ૨૫૭ પોઇન્ટ ઉછળીને ૩૫૬૮૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૮૧ પોઇન્ટ ઉછળીને ૧૦૮૨૨ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જે શેરમાં આજે તેજી રહી હતી તેમાં સનફાર્મા, એચડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. આ તમામ શેરમાં જોરદાર તેજી જામી હતી. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરવામાં આવે તો બેંકિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર ઇન્ડેક્સમાં તેજી રહી હતી. જ્યારે છેલ્લા સપ્તાહ દરમિયાન સેંસેક્સમાં ૬૭ પોઇન્ટનો સાપ્તાહિક ઉછાળો રહ્યો હતો જેથી તેની સપાટી ૩૫૬૮૯ નોંધાઈ હતી.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

       મુંબઈ,તા.૨૪: છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૩૨૨૯૮ કરોડ રૂપિયાનો ઘટાડો થઇ ગયો છે. આ ગાળામાં ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ટીસીએસની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સૌથી વધુ ઘટી છે. કઈ કંપનીઓની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ઘટી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

ટીસીએસ

૧૧૩૫૧.૭૩

૩૯૩૬૬૧.૨૫

ઇન્ફોસીસ

૭૪૨૬.૦૩

૨૭૨૨૪૦.૫૨

કોટક મહિન્દ્રા

૩૮૫૦.૨૧

૨૫૧૬૪૫.૬૧

એસબીઆઈ

૩૮૩૭.૫૮

૨૪૩૮૬૪.૩૫

એચયુએલ

૨૯૫૩.૨૯

૩૪૭૯૭૫.૭૧

મારુતિ સુઝુકી

૧૮૯૭.૦૬

૨૬૮૫૪૦.૧૧

આરઆઈએલ

૯૮૨.૦૭

૬૪૧૩૮૧.૦૦

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

       મુંબઈ,તા.૨૪ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૩ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય વધારો થયો છે જે કંપનીઓની મૂડીમાં વધારો થયો છે તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચડીએફસી બેંક

૧૩૩૦૨.૮૬

૫૪૧૯૫૪.૯૨

એચડીએફસી

૧૧૮૯૮.૫૮

૩૧૯૬૫૪.૫૫

આઈટીસી

૭૯૩.૨૮

૩૨૩૫૯૬.૮૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:37 pm IST)