Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

વેરરોક એન્જિનિયરિંગ IPO મામલે કારોબારીઓ ઉત્સુકત

૨૬મી જૂનના દિવસે આઈપીઓ લોંચ કરાશે : હાલમાં બે આઈપીઓને મજબૂત પ્રતિસાદ બાદ ઉત્સુકતા

મુંબઈ, તા. ૨૪ : ઔરંગાબાદ સ્થિત ઓટો ઘટક બનાવતી કંપની વારરોક એન્જિનિયરિંગ દ્વારા ૧૯૫૫ કરોડ રૂપિયાના આઈપીઓને લોંચ કરવાની તૈયારી કરવામાં આવી ચુકી છે. ૨૬મી જૂનના દિવસે આ આઈપીઓ ખુલશે. પ્રાઇઝ બેન્ડનો આંકડો ૯૬૫થી ૯૬૭ રૂપિયા રાખવામાં આવ્યો છે. પ્રમોટરો દ્વારા ૨૦૨૨૧૭૩૦ ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવનાર છે. આ કંપની ગ્લોબલ ઓટો મોટિવ ઘટકો બનાવનાર કંપની છે. સાથે સાથે લાઇટિંગ સિસ્ટમ, પાવર ટ્રેન, ઇલેક્ટ્રીકલ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી ચીજવસ્તુઓ બનાવવામાં નિષ્ણાત કંપની છે. સમગ્ર વિશ્વમાં પેસેન્જર કાર અને મોટરસાઇકલના સેગ્મેન્ટમાં બોડી અને ચેચિસ પાર્ટ્સ તેના દ્વારા બનાવવામાં આવે છે. એન્જિનિયરિંગ આઈપીઓને લઇને કારોબારીઓ આમા રોકાણ કરવા માટે ઇચ્છુક છે. તાજેતરમાં જ બે આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યા બાદ આને લઇને મજબૂત પ્રતિસાદ મળી શકે છે. રાઇટ્સ અને ફાઈન ઓર્ગેનિક જેવા બે આઈપીઓને લઇને ભારે ઉત્સુકતા છે. બજાજ ફાઈનાન્સ દ્વારા માર્કેટ મૂડી મામલે એક્સિસ બેંકને પછડાટ આપી દેતા આની પણ ચર્ચા જોવા મળી રહી છે.

(7:36 pm IST)