Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

શસ્ત્ર, નાર્કોટિક્સ દાણચોરીના કેસોમાં સતત નોંધાયેલો વધારો

પાકિસ્તાન, ભુટાન, નેપાળ, ચીનથી દાણચોરી : સરહદપારથી દાણચોરીના કેસમાં હજારો દાણચોર જબ્બે

નવીદિલ્હી,તા. ૨૪ : છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન સરહદ પારથી શસ્ત્રો અને નારકોટિક્સની દાણચોરીના કેસમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. આવા કેસોમાં સામેલ રહેલા લોકોની સંખ્યામાં વધારો થયો છે. ૨૦૧૭ સુધીના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ક્રિમિનલ ગતિવિધિમાં વધારો થઇ રહ્યો છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભુટાન, નેપાળ, મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ગુનેગારી પ્રવૃત્તિમાં વધારો થયો છે. શસ્ત્રો, ડ્રગ્સ અને પશુઓની દાણચોરીના બનાવો ઉલ્લેખનીયરીતે વધ્યા છે. ૨૦૧૫માં કેસોની સંખ્યા ૧૯૫૩૭ હતી જે વધીને ૨૦૧૭માં ૨૧૫૯૩ થઇ ગઇ છે. ૨૦૧૬માં ૨૩૧૯૮ આવા કેસ નોંધાયા હતા. ચીન સાથે આ દેશોની ૧૫૦૦૦ કિમીની જમીની સરહદ ભારત ધરાવે છે. આ સરહદો ઉપર હંમેશા સુરક્ષા જવાન તૈનાત રહે છે. આવી સરહદ ઉપર સ્મગલરોની ધરપકડ પણ વધી છે. આ આંકડો ૨૦૧૫ અને ૨૦૧૭ વચ્ચે ઉલ્લેખનીયરીતે વધ્યો છે. ડેટા મુજબ ૨૦૧૫માં ૧૫૦૧ સ્મગલર્સ પકડાયા હતા જ્યારે ૨૦૧૬માં ૧૮૯૩ સ્મગલર્સ પકડાયા હતા. ગયા વર્ષે ૨૨૯૯ સ્મગલર્સ પકાડાય હતા. બાંગ્લાદેશ સાથેની ૪૦૦૦ કિમી લાંબી સરહદ રહેલી છે. ૨૦૧૫માં ૧૮૧૩૨ સ્મગલિંગના કેસો નોંધાયા હતા. ૨૦૧૬માં ૨૧૭૭૧ કેસ થયા હતા. ગયા વર્ષે આ સંખ્યા વધીને ૨૯૬૯૩ થઇ હતી. નેપાળ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર નારકોટિક્સ, શસ્ત્રો અને પશુઓની દાણચોરીના ૧૧૫૮ કેસો નોંધાયા છે. ૨૦૧૫માં જે કેસ નોંધાયા તેની સરખામણીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. જુદા જુદા દેશોની સરહદ સાથે ભારતની સરહદ જોડાયેલી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભુટાન, નેપાળ અને મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર દાણચોરીની પ્રવૃત્તિઓ સતત વધી છે. બાંગ્લાદેશ અને નેપાળ સાથેની સરહદ ઉપર પણ ગતિવિધિ વધી છે. જો કે, ભારત, ચીન સરહદ પર આ પ્રકારના કોઇ દાખલા નથી.

(7:34 pm IST)