Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

અમરનાથના વાહનો ઉપર ખાસ ચીપથી નજર રહેશે

ડ્રોન મારફતે પણ નજર રખાશે

શ્રીનગર,તા. ૨૪ : જમ્મુ કાશ્મીરમાં ૨૮મી જૂનથી શરૂ થઇ રહેલી અમરનાથ યાત્રા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જમ્મુમાં યાત્રાના આધાર કેમ્પ ભગવતીનગરથી લઇને બરફાનીની મુખ્ય ગુફા સુધી યાત્રીઓની સુવિધા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આ વખતે યાત્રા દરમિયાન લોકોની સુવિધા અને સુરક્ષા માટે કેન્દ્રીય સંસ્થાઓ, સેના અને રાજ્ય પોલીસના જવાનોને જવાબદારી આપવાનું કામ શરૂ કરવામાં આવી ચુક્યું છે. અમરનાથ યાત્રા દરમિયાન આ વખતે પ્રથમ વખત વાહનોની ટ્રેકિંગ માટે રેડિયો વ્હીકલ ટ્રેકિંગ ફેસિલિટિની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ પંજાબથી જોડાયેલી રાજ્યની સરહદ ઉપર ખાસ સેન્ટરો બનાવવામાં આવશે જ્યાં યાત્રીઓ માટે આવનાર વાહનો પર ખાસ ચીપ મુકવામાં આવશે. આ ચીપ મારફતે વાહનોના લાઈવ ટ્રેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કોઇપણ વાહનને યાત્રામાર્ગથી ભડકી જવાની સ્થિતિમાં રોકવામાં આવશે. જમ્મુ કાશ્મીરના પોલીસ અધિકારીઓના કહેવા મુજબ યાત્રા દરમિયાન વાહનોના ટ્રેકિંગ માટે વિશેષ ચીપ મુકવામાં આવશે. પ્રથમ વખત એનએસજી કમાન્ડો પણ ગોઠવવામાં આવી રહ્યા છે.

(7:32 pm IST)