Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

બાંગ્લાદેશમાં ગોગારો દિવસ : સાત અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં ૩૩ના મોત : ૧૦પ ઘાયલ

બાંગ્લાદેશમાં શનિવારના દિવસ ગોઝારો બની રહ્યો હતો આ દિવસે ૭ અલગ અલગ જીલ્લામાં માર્ગ અકસ્માતો સર્જાયા હતા જેમાં કુલ ૩૩ લોકોના મોત થયાનું તથા ૧૦પ લોકો ઘાયલ થયાનું બહાર આવ્યું છે.

આ અકસ્માતો પૈકી સૌથી મોટો અકસ્માત ગૈબંદ જીલ્લામાં એક સબ ઝાડ સાથે ટકરાતા થયો હતો આ અકસ્માતમાં ૧૬ વ્યકિતઓના મોત નિપજયા હતા ત્થા ૪૦ ઘાયલ થયા હતા.

(2:13 pm IST)