Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

અમરનાથ યાત્રા આગામી ૨૮મી જૂનથી શરૂ : યાત્રાની સુરક્ષા માટે ગૃહમંત્રાલયે ૨૪ NSG કમાન્ડો, મહિલા બટાલિયનની તૈનાતી તેમજ ડ્રોનથી નજર રાખવાનો નિર્ણય

નવી દિલ્હીઅમરનાથ યાત્રા આગામી ૨૮મી જૂનથી શરૂ થઈ રહી છે. ત્યારે અમરનાથના યાત્રિકો માટે આધાર કેમ્પ જમ્મુમાં પહેલી વખત એરકંડીશન હોલ બનડાવવામાં આવ્યાં છે. રસ્તામાં પીવાના પાણી માટે RO સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાવાયું છે. યાત્રાની સુરક્ષા માટે ગૃહમંત્રાલયે ૨૪ NSG કમાન્ડો, મહિલા બટાલિયનની તૈનાતી તેમજ ડ્રોનથી નજર રાખવાનો નિર્ણય કર્યો છે. તા.૨૭મી જૂને પહેલો જથ્થો જમ્મુથી ભગવતી નગર આધાર શિબિર માટે રવાના થશે.તા.૨૮ જૂને કાશ્મીરના બંને કેમ્પ પહેલગામ અને બાલટાલથી ભક્તોને મોકલવામાં આવશે. આ વખત યાત્રા માટે બે લાખથી વધુ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોર્ડના અધિકારીઓનાં જણાવ્યાનુસાર યાત્રાના બંને રૂટ પર ૧૫ હજાર યાત્રિકો હશે. હવાઈ માર્ગથી જતાં યાત્રિકોની ગણતરી અલગ છે. ત્રણ ખાનગી કંપનીના હેલિકોપ્ટર ભક્તોને ગુફા સુધી લઈ જશે. બંને રૂટ પર ૧૨૦ લંગર હશે. આ દેશભરથી આવેલાં લંગર કમિટીના લોકો તરફથી લગાવવામાં આવશે. તેમના ખાવા-પીવાના સામાનની દરરોજ ચકાસણી થશે. જે બાદ જ ભક્તોને લંગરમાં ભોજન કરવા દેવામાં આવશે.

(12:18 pm IST)