Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

યોગી આદિત્યનાથે લખનવમાં જાતે ઝાડુ પકડીને ગોમતી નદીની સફાઈ કરવાનું શરુ કર્યું: કેબિનેટ મંત્રી ગોપાલજી ટંડન સહીત બીજા પણ ઘણા નેતાઓ અભિયાનમાં જોડાયા

નવી દિલ્હીઉત્તરપ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વછતા અભિયાન હેઠળ લખનવમાં ગોમતી નદીનું સફાઈ અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રીએ જાતે ઝાડુ પકડીને ગોમતી નદીની સફાઈ કરવાનું શરુ કર્યું. આ દરમિયાન તેમની સાથે ઘણા મંત્રીઓ અને નેતાઓ શામિલ હતા. ખરેખર છેલ્લા કેટલાક દિવસથી ગોમતી નદીનો જળ પ્રવાહ રોકી દેવાને કારણે ઘણી ગંદકી જમા થઇ ગયી હતી, જેને કારણે આજે મુખ્યમંત્રી ઘ્વારા ગોમતી નદીનું સફાઈ અભિયાન શરૂ કર્યું છે. ગોમતી નદી સફાઈ અભિયાનમાં તેમની સાથે કેબિનેટ મંત્રી ગોપાલજી ટંડન સહીત બીજા પણ ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ અભિયાનમાં શહેરના ઘણા નેતાઓ અને વિધાયકો પણ જોડાશે.

આપણે જણાવી દઈએ કે ગોમતી નદીની સફાઈ માટે નગર નિગમની મદદ માટે ઘણા લોકો આગળ આવ્યા છે. તેના માટે ચાર ઝોન બનાવવા આવ્યા છે. જેમાં કુલ 8 ઝોનલ અધિકારીઓ ગોઠવવામાં આવ્યા છે. ગોમતી નદીની સફાઈ પછી જે કચરો નીકળશે તેને પણ ઉઠાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે તેની સફાઈ કર્યા પછી ફરી ત્યાં ગંદગી ના થાય. ગોમતી નદીની સફાઈ કરવામાં વેપારીઓ ઘ્વારા પણ આગળ આવીને ભાગ લેવામાં આવ્યો.

આ પહેલા શનિવારે કાનૂન મંત્રી બ્રિજેશ પાઠકના ઘરે લખનવ વેપાર મંડળ અને અમીનાબાદ સંઘર્ષ સમિતિના સદસ્યો ઘ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં ઝુલેલાલ પાર્ક પાસે ગોમતી નદીને સાફ કરવાની વાત કરવામાં આવી. તેની સાથે સાથે એવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેમાં કોઈ પણ પ્રકારની લાપરવાહી સહન નહીં કરવામાં આવે.

(12:18 pm IST)
  • આપને જાણીને નવાઈ લાગશે કે, ઉત્તર અમેરિકાના દરિયામાં જોવા મળતા હોર્સશેઉ ક્રેબના નામથી ઓળખાતા કરચલાના લોહીની કિંમત 10 લાખ રૂપિયા પ્રતિલીટર છે. જી હા આ કરચલાનું લોહી એટલા માટે મોંઘુ છે કેમ કે તેનો ઉપયોગ માણસના શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને શોધવા માટે થાય છે. જેથી તે માણસ માટે અમૃત સમાન છે. આ કરચલાનું લોહી લાલ નહિં પરંતુ વાદળી રંગનું હોય છે. access_time 12:52 am IST

  • દેશ છોડીને ભાગી ગયેલા અબજોપતિ બિઝનેસમેન નીરવ મોદી સુધી પહોંચવા માટે ભારતીય એજન્સીઓએ પોતાના પ્રયત્નો ઝડપી કરી દીધા છે. આ દરમિયાન એક નવી જાણકારી સામે આવી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જ્યારે ભારતમાં નીરવ મોદીની શોધખોળ ચાલી રહી હતી ત્યારે તે લંડનમાં મેફેયર વિસ્તારમાં આવેલા પોતાના જ્વેલેરી સ્ટોરની ઉપરના ફ્લેટમાં આરામથી રહેતો હતો. જણાવી દઈએ કે, નીરવ મોદી પર 2 અબજ ડૉલરથી વધુના કૌભાંડનો આરોપ છે. access_time 12:19 am IST

  • તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે રવિવારે કહ્યું કે, તેઓ સમય પહેલા ચૂંટણીમાટે તૈયાર છે અને તેમણે વિપક્ષને પણ તે માટે તૈયાર રહેવાનો પડકાર ફેંક્યો હતો. તેલંગાણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)નાં પ્રમુખે કહ્યું કે, ચૂંટણી સમય પહેલા કરાવવામાં આવી શકે છે. રાવે 15 જુને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાવે કહ્યું કે, તેમની પાર્ટીનાં નેતા અને જનતા પણ સમય પહેલા ચૂંટણી માટે તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટીઆરએસ 119 સભ્યોની વિધાનસભામાં 100થી વધારે સીટો જીતશે. access_time 12:44 am IST