Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ચાર વર્ષની બાળકીનો જીવ બચાવવા માત્ર 94 મિનિટમાં 323 કી,મી,નું અંતર કાપીને પહોચાડ્યું 'હૃદય '

 

ઔરંગાબાદથી મુંબઈ વચ્ચે 323.5 કિલોમીટરનું અંતર એક જીવતા હૃદય માટે નાનકડું સાબિત થયું હતું એક ચાર વર્ષની બાળકી માટે એક હૃદયને લાવવા માત્ર એક કલાક 34 મિનિટનો સમય લાગ્યો હતો    ફોર્ટિંસ હોસ્પિટલ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘જાલનાની બાળકીનું ઓપરેશન સફળ રહ્યું છે અને હાલ તે ડોક્ટરોની દેખરેખમાં છે.’

હોસ્પિટલે તેના નિવેદનમાં કહ્યું છે કે, ‘એક માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા 13 વર્ષીય કિશોરનું હૃદય ઔરંગાબાદની એમજીએમ હોસ્પિટલમાં સંરક્ષિત રાખવામાં આવ્યું હતું. હોસ્ટિપલેથી ઔરંગાબાદ એરપોર્ટ માટે હાર્ટ 1:50 વાગ્યે નીકળ્યું હતું. હોસ્પિટલે કહ્યું છે કે, ‘હાર્ટ 1:54 વાગ્યે એરપોર્ટ પર પહોંચી ગયું હતું. માત્ર ચાર મિનિટમાં 4.8 કિલોમીટરનું અંતર કવર કરવા માટે ગ્રીન કૉરિડોર બનાવાયો હતો.

(12:00 am IST)