Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

અમિતભાઇ શાહ જમ્મુમાં :પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને આપ્યો 2019નો મંત્ર ;રેલીને કરી સંબોધિત

ભાજપ રાષ્ટ્રહિત સાથે કોઇ જ સમજુતી નહી કરવામાં આવે.;અમિતભાઈનો સ્પષ્ટ સંકેત

જમ્મુ : ભાજપના અધ્યક્ષ અમિતભાઇ શાહ જમ્મુ પહોંચ્યા છે જમ્મુમાં એક રેલીને સંબોધિત કરવા માટે પહોંચેલા અમિતભાઈએ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને 2019નો મંત્ર આપ્યો છે જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપીનું ગઠબંધન તુટી ગયા બાદ અમિતભાઈની પહેલી રેલી છે રેલી પહેલા તેમણે પાર્ટી નેતાઓ સાથે મુલાકાત યોજી 2019 માટે મંત્ર આપ્યોહતો  સાથે તે પણ જણાવ્યું કે, પાર્ટી રાષ્ટ્રહિતના મુદ્દે સમજુતી નહી કરે અત્રે ઉલ્લેખીય છે કે, પાર્ટીનાં સંસ્થાપક અધ્યક્ષ શ્યામા પ્રસાદ મુખર્જીનાં બલિદાન દિવસ પ્રસંગે અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા

  જમ્મુ પહોંચેલા અમિતભાઈએ પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી હતી.જેમાં 2019ની લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચા થઇ હતી. સુત્રો અનુસાર મીટિંગમાં શાહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાજપ રાષ્ટ્રહિત સાથે કોઇ સમજુતી નહી કરવામાં આવે. રાષ્ટ્રહિત સાથે જોડાયેલા મુદ્દે ભાજપ માટે સૌથી મહત્વપુર્ણ છે. મુદ્દે 2019ની ચૂંટણી લડવામાં આવશે. કાર્યકર્તાઓને 2019નો મંત્ર આપવામાં આવ્યા બાદ અમિત શાહ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યમથકે ગયા હતા.

  રેલીમાં જમ્મુ કાશ્મીરનાં ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે, કોંગ્રેસ પહેલા ષડયંત્ર કરતી હતી. હવે પણ ષડયંત્ર કરે છે. કોંગ્રેસ વાળા લોકો કહે છે કે કોંગ્રેસનો હાથ આમ આદમીની સાથે  પરંતુ કોંગ્રેસનો હાથ અલગતાવાદીઓની સાથે છે.રવિન્દ્ર રૈનાએ ડોઢ વર્ષ પહેલા એક કિસ્સો કહેતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરની સરકારની તરફથી ડોઢ વર્ષ પહેલા એક એવો આદેશ પસાર કરવામાં આવ્યો જેનાં કારણે ત્રિરંગાનું અપમાન થાત. તે સમયે અમિત શાહ નાગપુરમાં હાજર હતા. તેમને જેવી નિર્ણય અંગે માહિતી મળી તેમણે ફોન પર કહ્યું કે 4 કલાક આપું છું જો નિર્ણય પાછો નહી લેવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં માત્ર ત્રિરંગો જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીડિપી સાથે ગઠબંધ તોડ્યા બાદ અમિત શાહની જમ્મુની મુલાકાત રાજનીતિક રીતે ખુબ મહત્વપુર્ણ માનવામાં આવી રહી છે. પાર્ટીની રજ્યનાં જમ્મુ અને લદ્દાખમાં મજબુત પકડ છે. એવામાં પીડીપીનો સાથ છોડ્યા બાદ ભાજપ 2019ને ધ્યાનમાં રાખી જમ્મુ ક્ષેત્રમાં પોતાનું પ્રદર્શન સુધારવા પર રહેશે

(12:00 am IST)