Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

કેન્‍દ્ર સરકારની આયુષ્‍યમાન ભારત કાર્યક્રમનો પહેલા વિરોધ કર્યા બાદ હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સમર્થન

નવી દિલ્હીઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આગેવાનીમાં કેન્‍દ્ર સરકારે આયુષ્‍યમાન ભારત કાર્યક્રમ કાર્યરત કર્યો છે. આ કાર્યક્રમના પ્રારંભે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તેનો વિરોધ કર્યા બાદ એક સપ્તાહ પછી આ કાર્યક્રમને સમર્થન આપતા ભારે ચર્ચા જાગી છે.

મોદી કેરના નામથી પ્રખ્યાત કેન્દ્ર સરકારના 'આયુષ્યમાન ભારત' કાર્યક્રમ પર યુ-ટર્ન લેતા ઇન્ડિયન મેડિકલ અસોશિએશને (આઈએમએ) પોતાનું સમર્થન આપ્યું છે. એક સપ્તાહ પહેલા કાર્યક્રમની સમીક્ષા કરવાની માગ કરી હતી. આઈએએમે આ સંબંધમાં ફંડની ઊણપ અને પ્રાઇવેટ વીમા કંપનીઓની ભાગીદારી અંગે કડક શબ્દોનો પ્રયોગ કરીને એક પત્ર લખ્યો હતો.

શુક્રવારે ઇન્ડિયન મેડિકલ એશોસિએશનના પ્રતિનિધીએ 'આયુષ્યમાન ભારત' કાર્યક્રમના પ્રભારી અધિકારી સાથે મુલાકાત કરી. જે પછી તેમણે આ કાર્યક્રમને શ્રેષ્ઠ રીતે લાગુ કરવાના સંબંધમાં સહયોગ આપવાનો વાયદો કર્યો હતો.

આઈએમએના મહાસચિવ આર એન ટંડને જણાવ્યું કે આ કાર્યક્રમ સાથે જોડાઇને આઈએમએને ગર્વ થશે અને તે વિશેષ રીતે ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં જાગૃતી ફેલાવવા અને ગુણવત્તાપૂર્ણ સુવિધાઓ પ્રદાન કરવા હેતુ મોટું નેટવર્ક વિકસિત કરવા માટે ઇચ્છુક છે.

આઈએએમના ડેપ્યુટી સીઈઓ દિનેશ અરોડાએ ન્યૂઝ 18 સાથે વાત કરતાં જણાવ્યું કે, આઈએમએ ફરિયાદ નિવારણ તંત્રનો ભાગ બનવા માટે કહ્યું હતું કારણ કે મહત્તમ જગ્યાએ તેની શાખાઓ છે. તેમણે કહ્યું કે આઈએમએ સરકાર સાથે ભાગીદારી કરવા માટે ખુશ હતી. આઈએએમ આ યોજનાનું મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે સ્વાસ્થ્ય સેવાઓ ગુણવત્તા વધારવા માટે અંગત ક્ષેત્રની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે મીટિંગમાં હોસ્પિટલને યોગ્ય સમય પર ચૂકવણી, ફીડબેક અને ફરિયાદ નિવારણ તંત્ર, કેશલેશ આપવા-લેવા માટે આઈટીની આધારભૂત લિંક કરવા માટે વિચાર કરવામાં આવ્યો અને સુઝાવ આપ્યાં.

જણાવીએ કે ગત સપ્તાહ આઈએમએ ચીફે કહ્યું હતું કે, 'આયુષ્યમાન ભારત' અંતર્ગત જે કિંમતમાં સેવા પ્રદાન કરવાની વાત કહેવામાં આવી રહી છે જેમાં દર્દીના જોખમમાં મુક્યા વગર કોઇ હોસ્પિટલ કામ નહીં કરી શકે.

(6:26 pm IST)