Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

આ દેશનું દુર્ભાગ્ય છે કે એક પરિવારની મહિમામંડન કરવા માટે દેશને તેના સપુતો અને યોગદાનોને નાના કરી દેવાયા છેઃ મધ્યપ્રદેશના એક દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ રાજગઢમાં મોહનપુરા બાંધ પરિયોજનાનું લોકાર્પણ કર્યું

ભોપાલઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી આજે એક દિવસના મધ્યપ્રદેશના પ્રવાસે પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ મોહનપુરા ડેમનું લોકાર્પણ કર્યા બાદ જાહેરસભા સંબોધી હતી.

વિશેષ વિમાનથી રાજધાની ભોપાલ ઉતર્યા બાદ પીએમ મોદી હેલીકોપ્ટરથી રાજગઢ પહોંચ્યા હતા, ત્યાં તેમણે બાંધ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી. આ પરિયોજનાથી રાજગઢના લોકોને પીવાનું પાણી મળવાની સાથે સિંચાઇની સુવિધા પણ મળશે. 

પરિયોજનાના ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, બાંધનું ઉદ્ઘાટન જનતાની મહેનત અને પરસેવાથી થયું છે. તેમણે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે, જે લોકો જૂઠ અને ભ્રમ ફેલાવવામાં લાગ્યા છે, તે જમીની હકિકતથી અજાણ છે. પીએમે કહ્યું, આટલી મોટી સંખ્યામાં તમારૂ આવવું તે વાતનો પૂરાવો આપે છે કે, સરકાર પર, તેની નીતિઓ પર તમારો કેટલો વિશ્વાસ છે. જે લોકો દેશમાં ભ્રમ ફેલાવવામાં લાગ્યા છે, તે જમીની હકિકતથી કપાઇ ગયા છે, તમે તેની સાક્ષાત તસ્વીર છો. 

આજે દેશના મહાન સપૂત શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. કાશ્મીરમાં તેમની હત્યા થઈ હતી. આજે આ અવસરે હું તેમને નમન કરુ છું અને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરુ છું. તેમણે કહ્યું, આ દેશનું દુર્ભાગ્ય છે કે એક પરિવારનું મહિમામંડન કરવા માટે દેશને તેના સપૂતો અને યોગદાનોને નાનુ કરી દેવામાં આવ્યું છે. 

તેમણે કહ્યું, આજે કેન્દ્ર હોઈ કે દેશનું કોઇપણ રાજ્યમાં ચાલનારી ભાજપ સરકાર, ડોક્ટર મુખર્જીના વિઝનની અલગ નથી. પછી તે સ્કિલ ઈન્ડિયા મિશન હોઈ કે સ્ટાર્ટ અપ યોજના કે મેક ઈન ઈન્ડિયા, તેમાં તમને મુખર્જીના વિચારોની ઝલક જોવા મળશે. 

મોહનપુરા સ્થિત બાંધ આશરે 3800 કરોડના ખર્ચથી બનીને તૈયાર થયો છે. તેનું કામ ડિસેમ્બર 2014માં શરૂ થયું હતું. તેમાં 17 દરવાજા છે, તેનાથી આશરે 1.35 લાખ હેક્ટર જમીનની સિંચાઇ થશે. મધ્યપ્રદેશનો રાજગઢ વિસ્તાર દુષ્કાળથી પ્રભાવિત છે જ્યાં કિસાનોને સિંચાઇ માટે માત્ર વરસાદ પર નિર્ભર રહેવું પડતું હતું. 

રાજગઢ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બપોરે આશરે 3.15 કલાકે ઈન્દોર પહોંચ્યા હતાં. અહીં શહેરી વિકાસ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી રાજ્યના વિભિન્ન વિસ્તારમાં આશરે 4000 કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું.

(6:25 pm IST)
  • રવિવારે પેટ્રોલમાં લીટરે 13 પૈસા અને ડીઝલમાં લિટરે 8 પૈસાનો થશે ઘટાડો ;ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી થશે લાગુ ;આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઘટાડો થયો છે access_time 12:44 am IST

  • રાજકોટમાં વિશ્વ યોગ દિને ચાલુ યોગ દરમિયાન મઝાક-મસ્તી કરતાં ગ્રામ રક્ષક દળના 16 જવાનોને સસ્પેન્ડ કરતાં ઇન્ચાર્જ પોલીસ વડા access_time 12:58 am IST

  • પાકિસ્તાનની બે મહિલા પાયલટે એવું કારનામુ કરી બતાવ્યુ છે કે સોશિયલ મીડિયામાં તેની વાહ વાહી થઈ રહી છે. આ બંનેનું નામ છે કેપ્ટન મરિયમ મસૂદ અને ફર્સ્ટ ઓફિસર શુમાયલા મજહર. આ બંનેએ તાજેતરમાં જ ડેથ ઝોન તરીકે ઓળખતા ગિલગીટ વિસ્તારમાં23 હજાર ફૂટ ઉંચે પહોડો વચ્ચેથી પ્લેનને ઉડાવી બતાવ્યુ છે. આ પ્લેને ઇસ્લામાબાદથી ટેક-ઓફ કરી ગિલગીટ-બાલ્ટિસ્તાનથી પરત ફર્યુ હતું. access_time 12:52 am IST