Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

આ વર્ષે પણ તમામ કંપનીઓના પી્રપેડ પ્‍લાન મોંઘા થશેઃ ભાવ વધી શકે છે ૧૨%

મોંઘવારીનો ડબલ ડોઝઃ Jio, Airtel અને Vodafone જેવી ખાનગી કંપનીઓ આ વર્ષે દિવાળી સુધી તેમના પ્રીપેડ પ્‍લાનમાં ૧૦% થી ૧૨% સુધીનો વધારો કરી શકે છે

નવી દિલ્‍હી, તા.૨૪: ૨૦૧૬ પહેલા દેશમાં ઘણી ટેલિકોમ કંપનીઓ હતી, પરંતુ તેમની કંપનીઓના પ્‍લાન સસ્‍તા નહોતા. ૨૦૧૬માં Jioના આગમન પછી, એક ક્રાંતિ આવી અને અચાનક ફ્રી ડેટા પ્‍લાન્‍સ, ફ્રી કોલિંગનું પૂર આવ્‍યું. Jio ની જોઈ-જોઈતી Airtel અને Vodafone Ideaએ પણ ગ્રાહકોને ફ્રી સર્વિસ આપી, પરંતુ હવે ફ્રી માર્કેટ ખતમ થઈ રહ્યું છે. ટેલિકોમ કંપનીઓ દર વર્ષે પોતાના પ્‍લાન મોંઘા કરી રહી છે, જેના કારણે એવી આશા છે કે ટૂંક સમયમાં જ તમામ કંપનીઓના -ી-પેડ પ્‍લાન પહેલાની જેમ મોંઘા થઈ જશે. રિપોર્ટ અનુસાર, Jio, Airtel અને Vodafone જેવી ખાનગી કંપનીઓ આ વર્ષે દિવાળી સુધી તેમના પ્રીપેડ પ્‍લાનને ૧૦% થી ૧૨% સુધી મોંઘા કરી શકે છે, એટલે કે જો કોઈ પ્‍લાનની કિંમત ૧૦૦ રૂપિયા છે, તો તેની કિંમત રૂ. ૧૧૦ થી ૧૧૨. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોંઘા ટેરિફ પ્‍લાનથી ટેલિકોમ કંપનીઓને ફાયદો થશે અને તેમની પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવક (ARPU) ૧૦% વધશે. આ વધારા પછી, Airtel, Jio અને ViÞ<_ ARPU અનુક્રમે રૂ. ૨૦૦, રૂ. ૧૮૫ અને રૂ. ૧૩૫ થશે.

Jio એ આસામના તેના ગ્રાહકોને ચાર દિવસ માટે ફ્રી ડેટા અને મેસેજ સાથે પ્રતિદિન 1.5 GB ડેટા આપવાની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે Jio એ આ નિર્ણય આસામમાં વરસાદને કારણે આવેલા ભારે પૂર બાદ લીધો છે. આસામમાં દિમા હસાઓ, કાર્બી આંગલોંગ ઈસ્‍ટ, કાર્બી આંગલોંગ વેસ્‍ટ, હોજાઈ અને કચર સહિતના અનેક જિલ્લાઓમાં રહેતા લોકોને રિલાયન્‍સ જિયો તરફથી એક સ્‍તુત્‍ય પ્‍લાન મળશે જે ચાર દિવસ માટે અમર્યાદિત કૉલિંગ સુવિધા પ્રદાન કરશે.

(11:42 am IST)