Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

સમગ્ર ભારતમાં જબરો હીટવેવ છવાયેલ રહયો : 40થી 47 ડિગ્રી : હજુ 2થી 3 દિવસ હીટવેવ રહેશે : આસામ સહીત ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ-પૂર સ્થિતિની ચેતાવણી

નવી દિલ્હી : દેશના અનેક વિસ્તારોમાં જબરો હીટવેવ છવાયેલો છે, હવામાન ખાતું હજુ કેટલાક દિવસ આ હીટવેવ ચાલુ રહેશે તેમ કહે છે,બપોરના 12-30થી સાંજે 5 સુધી ઘરમાં જ રહેવું હિતાવહ છે,મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીઝના સલાહકાર કમલજીત રે એ હવામાન ખાતાને ટાંકીને આ જણવ્યું છે

 દરમિયાન રાજસ્થાન,પંજાબ,હરિયાણા,દિલ્હી,ઉ,પ્રઃ એમ,પી,વિદર્ભ,તેલંગાણામાં આવતા બે -ત્રણ દિવસ પ્રચંડ હીટવેવ છવાયેલો રહેશે અને ગરમીનો પારો 45 ડિગ્રીને વળોટી જશે, તેમ અર્થ મિનિસ્ટ્રી ઓફ સાયન્સિઝના સચિવ શ્રી માધવન રાજીવને જણાવ્યુ છે

  સાથોસાથ બંગાળના અખાતમાં સર્જાયેલ સ્થિતિને લીધે આસામ સહીત ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાવાની પણ ચેતવણી આપી છે

 દરમિયાન હવામાન કહતું જણાવે છે કે મહારાષ્ટ્રના વિદર્ભમાં અનેક જગ્યાએ રવિવારે હીટવેવ છવાયેલો રહ્યો છે,પશ્ચિમ રાજસ્થાનમાં કેટલાક સ્થળે 46,7 ડિગ્રી સુધીનો પ્રચંડ હીટવેવ છવાયેલો રહયો છે યુપી,એમપી,છત્તીસગઢ,મરાઠાવાળા ,હરિયાણા અને દિલ્હી સૌરાષ્ટ્ર અને કચ્છ તથા મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળે રવિવારે હીટવેવ રહયો છે

 

(11:55 pm IST)