Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

રાજ્યની યુનિવર્સીટીની પરીક્ષાઓ 25 જુનથી શરૂ થશે: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત

જીસીની ગાઈડલાઈન અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય:સેમેસ્ટર 6 અને અન્ય પરીક્ષાઓઅને PG સેમેસ્ટર 1 થી 4 ની પરીક્ષાઓ 25 જુનથી શરૂ થશે

અમદાવાદ : યુજીસી ગાઇડલાઇન  અનુસાર યુજીની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષ અને અન્ય પરીક્ષાઓ પણ  25 જૂન  2020 થી શરૂ થશે

 યુનિવર્સિટીઓની પરીક્ષા અને આગામી શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ અંગે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય લેવાયો છે
 યુજીસી ગાઈડ લાઈન મુજબ યુજી ની ટર્મિનલ  ફાઇનલ સેમિસ્ટર વર્ષની પરીક્ષાઓ   આગામી 25 જૂન 2020 થી અને પી જી ની ની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટર ની પરીક્ષાઓ પણ તારીખ 25 june 2020 થી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જણાવ્યું છે. પરીક્ષા નો સમય ગાળો  બે કલાકનો તથા જરુર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં રાખી શકાશે તથા પરીક્ષાઓ તાલુકા કક્ષાએ ,સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.
   શ્રી ચુડાસમાએ એમ પણ જણાવ્યું છે કે જો કોરોના મહામારી ના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ distance  નું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે બે, ચાર, છ ના વિદ્યાર્થીઓ માટે ૫૦ ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50% ગુણ previous સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે જેને મેરીટ લીસ્ટ તરીકે ઓળખવામાં આવશે.  
   અગાઉના સેમેસ્ટર ના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે સો ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડ માં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.      
  કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019 -20 માટે તે  વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે તથા આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે .
     એસીપીસી સિવાયના એડમિશન તારીખ 15 જૂન 2020 થી થી શરૂ થશે. પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી ૯૦ ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના ૧૦ ટકા એડમિશન સીબીએસસી અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયેથી august 2020 માં કરવામાં આવશે .વિજ્ઞાન પ્રવાહના કોર્સ ના પ્રવેશ ફોર્મ તારીખ 26 may 2020 થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.
        શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સેમેસ્ટર ૩, ૫, અને ૭, અને ૭ નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2019 થી શરૂઆત માં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-૧ તારીખ 1 august 2020 શરૂ કરાશે. Acpc કોર્સ માં લેવાયેલ અભ્યાસક્રમો માટે તારીખ 30 -7 2020 ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે.
         કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ને લગતી વિદ્યાર્થીઓની મૂંઝવણ કે તેમના પ્રશ્નો માટે યુનિવર્સિટીએ અલાયદા સેલની રચના કરવાની રહેશે .શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું  છે કે પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ distance sanitizer અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની પૂરતી કાળજી લેવાની રહેશે.

(8:33 pm IST)
  • 11 અઠવાડીયાના લોકડાઉન પછી યુએસએમાં 4 જૂનથી લાસ વેગાસ ખાતે કેસિનો ખુલી જશે access_time 10:54 pm IST

  • અમદાવાદના એ.એસ.આઇનું કોરોનાને કારણે મોત : કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા : પોલીસ પરિવારમાં શોકની લાગણી : એ.એસ.આઇ. ગીરીશભાઇ બારોટનો ૪ દિવસ પહેલા કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો access_time 1:16 pm IST

  • ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : સંક્રમિતની સંખ્યામાં એકધારો વધારો : છેલ્લા 24 કલાકમાં 7111 કેસ વધ્યા : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના નવા 1, 38,536 કેસ નોંધાયા : 76,381 એક્ટિવ કેસ : 57,692 દર્દીઓ રિકવર થયા ; વધુ 156 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 4024 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 3041 કેસ અને તામિલનાડુમાં નવા 765 કેસ વધ્યા :દિલ્હીમાં 508 નવા કેસ નોંધાયા access_time 12:34 am IST