Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

કોરોના : અમેરિકામાં કેસોની સંખ્યા વધી ૧૫૦૭૭૯૮ થઇ

અમેરિકામાં મોતનો આંકડો વધીને ૯૦૧૧૩ : અમેરિકામાં ન્યુયોર્ક શહેરમાં ૩ લાખથી વધુ કેસો નોંધાયા

વોશિગ્ટન,તા. ૨૪ : દુનિયાના મોટાભાગના તમામ દેશો કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહ્યા છે. તમામ દેશો દ્વારા કોરોના સામે જંગ લડવામાં આવી રહી છે પરંતુ કોઇ સફળતા હાથ લાગી રહી નથી. દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કેસોની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. વિવિધ દેશોએ અનેક પગલાઓ લીધા હોવા છતાં સ્થિતિ સુધરી રહી નથી. સમગ્ર દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં પણ સ્થિતિ વણસેલી છે. કોરોનાની સૌથી વધુ અસર અમેરિકામાં થઇ છે. અમેરિકામાં હજુ સુધી ૧૫ લાખથી પણ વધારે કેસો નોંધાઈ ચુક્યા છે. અમેરિકામાં કેસોની સંખ્યા ૧૬૬૭૪૩૭ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં આજે અનેક નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા જ્યારે મોતનો આંકડો વધીને ૯૮૬૯૧ ઉપર પહોંચી ચુક્યો છે. અમેરિકામાં સતત કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલા પણ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. અમેરિકામાં રિકવર થયેલા લોકોની વાત કરવામાં આવે તો તેમાં પણ વધારો થઇ રહ્યો છે. આંકડો ૪૪૬૯૨૭ પહોંચી ચુક્યો છે. એક્ટિવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે.

            એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧૧૨૧૮૧૯ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગંભીર કેસોની સંખ્યા વધીને ૧૭૧૩૩ ઉપર પહોંચી ચુકી છે. અમેરિકામાં સૌથી વધુ પ્રભાવિત રાજ્યોની વાત કરવામાં આવે તો ન્યુયોર્કનો સમાવેશ થાય છે. અમેરિકામાં હાલમાં તંત્ર લાચાર છે. દુનિયામાં સૌથી વધારે કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા હવે અમેરિકામાં નોંધાઇ ચુકી છે. અમેરિકાને સફળતા મળી રહી નથી. જેથી બીજા દેશોમાં પણ ચિંતા સતત વધી રહી છે. કોરોનાના કારણે દુનિયાના ૨૧૦ હાલમાં પ્રભાવિત થયેલા છે.  ટ્રમ્પ સરકારે પગલા લીધા હોવા છતાં સ્થિતિ વધુને વધુ વણસી રહી છે. અમેરિકામાં હાલત એટલી ખરાબ થઇ છે કે, દરેક અઢી મિનિટમાં એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે.

ન્યુયોર્કમાં હજુ સુધી ૩૬૯૬૫૬ કેસ નોંધાઈ ચુક્યા છે એટલે કે એકલા ન્યુયોર્ક શહેરમાં આંકડો ૩ લાખથી પણ ઉપર પહોંચી ચુક્યો છે અને કેસોની સંખ્યામાં અવિરત વધારો થઇ રહ્યો છે. ત્યારબાદ ન્યુજર્સીનો સમાવેશ થાય છે. ન્યુજર્સીમાં પણ આંકડો ૧૫૪૭૧૩ ઉપર પહોંચી ચુક્યો છે. ન્યુયોર્ક અને લોસ એન્જલસ અને અન્ય જગ્યાએ પણ સ્થિતી ખરાબ થઇ રહી છે. ન્યુયોર્કની હાલત ખુબ કફોડી બનેલી છે. તમામ પ્રયોગ યુદ્ધના ધોરણે થઇ રહ્યા હોવા છતા નિષ્ફળતા મળી રહી છે.  સરકારને એવી દહેશત રહેલી છે કે આ કોરોના વાયરસના કારણે આવનાર દિવસોમાં અમેરિકામાં એકથી ૨.૪ લાખ લોકોના મોત થઇ શકે છે. આ મહાસંકટની સ્થિતી વચ્ચે માસ્ક અને અન્ય તબીબી સાધનોની કમી થઇ ગઇ છે. ચીનના કારણે આ હાલત થઇ હોવાનો આક્ષેપ અમેરિકી લોકો કરી રહ્યા છે.

અમેરિકામાં કોરોના......

દરરોજ નવા કેસોમાં વધારો થાય છે

વોશિગ્ટન,તા. ૨૪ :  સુપરપાવર અમેરિકામાં કોરોનાના કારણે હાહાકાર જારી છે. તમામ નવા નવા પ્રયોગ કોરોનાને રોકવા માટે કરવામાં આવી રહ્યા છે છતાં અમેરિકામાં દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. એક જ દિવસમાં એક હજારથી વધુ  લોકોના મોત થઇ રહ્યા છે. ૨૦મી જાન્યુઆરીના દિવસે અમેરિકામાં કોરોનાનો પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. અમેરિકામાં કોરોના વાયરસ નીચે મુજબ છે.

મોતનો કુલ આંકડો થયો.......................... ૯૮૬૯૧

કુલ કેસોની સંખ્યા થઇ........................ ૧૬૬૭૪૩૭

નવા કેસો નોંઘાયા............................ ૧૦૦૦થી વધુ

૨૪ કલાકમાં મોત............................................... -

ગંભીર અસરગ્રસ્ત.................................... ૧૭૧૩૩

રિકવર લોકો......................................... ૪૪૬૯૨૭

એક્ટિવ કેસોની સંખ્યા......................... ૧૧૨૧૮૧૯

(7:51 pm IST)