Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

લોકડાઉનમાં રાહત વચ્ચે કેરળમાં ધોરણ ૧૦-૧રની બોર્ડની પરીક્ષા માટે ગોઠવા તો તખ્તો

હાલ શાળાઓને સેનેટાઇઝ કરવાની કામગીરી ચાલે છે પુરજોશમાં

નવી દિલ્હી: તિરુવનંતપુરુમઃ દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં આર્થિક ગતિવિધીઓ નિયમિત બને અને જનજીવન સામાન્ય બને તે માટે અનેક છુટછાટો આપવામાં આવી છે.ત્યારે કોરોનાના પ્રભાવને કારણે કેરળમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા રદ કરવામાં આવી હતી.પણ હવે સ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનતા બંને પરીક્ષાઓ લેવા માટે કેરળ સરકાર વિચારણા કરી રહી છે, જેના પગલે વાયનાડમાં આવેલી તમામ શાળાઓને સેનિટાઇઝર કરવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે.

પરીક્ષા સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરુ કરાશે અને સામાન્ય રીતે વર્ગમાં પરીક્ષાર્થીની સંખ્યા અડધી રહેશે.જેથી પરીક્ષાનો સમયગાળો વધી શકે તેમ છે. જેને ધ્યાનમાં લઇને શિક્ષણ વિભાગે રણનિતી તૈયાર કરી છે. જો કે કેરળને બાદ કરતા દેશના અન્ય રાજ્યોની સ્થિતિ સારી ન હોવાને કારણે ઘણા રાજ્યોમાં પરીક્ષા શરુ થવા અંગે પ્રશ્નાર્થ લાગેલા છે. દેશમાં કેટલીક શાળાઓએ ઓનલાઇન શિક્ષણ શરુ કર્યુ છે. અને હવે શાળઓ શરૂ કરવા સાવચેતીના ભાગરુપે અનેક શાળાઓ શિક્ષણ વિભાગની લીલીઝંડીની રાહ જોઇ રહી છે.

(2:23 pm IST)