Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકી આપનાર ૩ શખ્સોને મુંબઇમાંથી દબોચી લેતી મહારાષ્ટ્રની એટીએસ ટીમ

કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મગાશે ત્યારબાદ ઉત્તરપ્રદેશ પોલીસને સોંપાશે

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હત્યા કરવાની ધમકી આપનાર વ્યક્તિની મુંબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર એટીએસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પૂછપરછ દરમિયાન ધમકી આપવાની વાતને સ્વીકારી છે. તેને ઉત્તર પ્રદેશ એસટીએફને સોંપી દેવામાં આવ્યો છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે જ્યાં તેના રિમાન્ડની માગણી કરાશે. ત્યારબાદ તેને ઉત્તર પ્રદેશ લાવવામાં આવશે.

25 વર્ષના આરોપી કામરાન અમીર ખાનને એટીએસે મુંબઈના ચૂનાભટ્ટી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેણે ગુરુવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બોમ્બથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ધમકી પોલીસ હેડઓફિસના વોટ્સએપ નંબર પર આપવામાં આવી હતી. જે નંબરથી પર ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો પોલીસે તે નંબરના આધારે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી હતી. આ મેસેજમાં યોગી આદિત્યનાથને એક ખાસ સમુદાયનો દુશ્મન ગણાવીને ધમકી આપી હતી.

ઉત્તર પ્રદેશ પોલીસના 112 મુખ્યાલયમાં ગુરુવારે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે એક મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી યોગીને હું બોમ્બથી મારી નાંખવાનો છે. આ મેસેજ આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓને આ અંગે સૂચના આપવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં કલમ 505 (1)બી, 506 અને 507 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મેસેજ રાત્રે 12 વાગ્યે 32 મિનિટ પર આવ્યો હતો. માત્ર 19 મિનિટની અંદર 12.51 વાગ્યે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

(2:22 pm IST)