Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

ITએ ૧૬.૮૪ લાખ કરદાતાનાં ખાતાઓમાં રૂ.૨૬,૨૪૨ કરોડ ટ્રાન્સફર કર્યા

કોવિડ-૧૯ સંકટની વચ્ચે લોકો અને કંપનીઓને રોકડ ઉપલબ્ધ કરાવવા માટે

નવી દિલ્હીઃ ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટે એપ્રિલથી ૧૬.૮૪ લાખ ટેકસપેયર્સને ૨૬,૨૪૨ કરોડ રૂપિયાના ટેકસ રિફંડ જારી કર્યા છે. કોવિડ-૧૯ સંકટની વચ્ચે લોકો અને કંપનીઓને રોકડ ઉપલબ્ધ કરાવવા માટે ડિપાર્ટમેન્ટે રિફંડનું કામ દ્યણી ઝડપથી કર્યું છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT)એ શક્રવારે કહ્યું છે કે એક એપ્રિલથી ૨૧ મેની વચ્ચે ૧૬,૮૪૨૯૮ ટેકસપેયર્સને રિફંડ મળ્યાં. CBDTએ કહ્યું છે કે ૧૫,૮૧,૯૦૬ ટેકસપેયર્સને ૧૪,૬૩૨ કરોડ રૂપિયાનાં ઇન્કમ ટેકસ રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં. ત્યાં ૧,૦૨,૩૨૯ ટેકસપેયર્સને કોર્પોરેટ ટેકસ રિફંડ જારી કર્યા છે.

પાછલા સપ્તાહે નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત પછી રિફંડ જારી કરવાનું કામ વધુ ઝડપથી કરવામાં આવ્યું. સીતારામને કહ્યું હતું કે આપણે રિફંડમાં મોડું ના કરવું જોઈએ. આપણે એને અટકાવવા નહીં જોઈએ. હાલના સમયમાં તમારે પૈસાની જરૂર છે અને તમને પાસે એ પહોંચવા જોઈએ.

CBDTએ૧૬ મેએ પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન ૩૭,૫૩૧ ટેકસપેયર્સને ૨૦૫૦.૬૧ કરોડનાં રિફંડ જારી કર્યાં હતાં.આ જ રીતે કોર્પોરેટ ટેકસ પેયર્સને ૮૬૭.૬૨ કરોડ રૂપિયાનાં રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં. જયારે ૨૧ મેએ પૂરા થયેલા સપ્તાહમાં ૧,૨૨,૭૬૪ ટેકસપેયર્સને ૨૬૭૨.૯૭ કરોડનાં રિફંડ જારી કરવામાં આવ્યા હતાં. બીજી બાજુ ૩૩,૭૭૪ કોર્પોરેટ ટેકસપેયર્સને ૬૭૧૪.૩૪ કરોડ રૂપિયાનાં રિફંડ જારી કરવામાં આવ્યાં હતાં.

(12:00 am IST)