Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

અમેરિકાના વર્જિનિયામાં હાઉસ ઓફ સ્ટેટ મેમ્બર ઇન્ડિયન અમેરિકન શ્રી સુહાસ સુબ્રમનિયમનો દબદબો : સ્મોલ બિઝનેસ કમિશનમાં નિમણુંક : નાના વ્યવસાયિકોના પ્રશ્નોને વાચા આપશે

વર્જિનિયા : યુ.એસ.ના વર્જિનિયા હાઉસ ઓફ સ્ટેટ સ્પીકરે 15 મે ના રોજ ઇન્ડિયન અમેરિકન પ્રતિનિધિ શ્રી સુહાસ સુબ્રમનિયમને સ્મોલ બિઝનેસ કમિશનમાં નિમણુંક આપી છે.જેઓ નાના વ્યવસાયિકોના પ્રશ્નોને વાચા આપવા કાર્યરત રહેશે.

ઉપરોક્ત નિમણુંક મળવા બદલ ખુશી વ્યક્ત કરતા શ્રી સુહાસે જણાવ્યું હતું કે નાના વ્યવસાયિકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ મને ગમશે કારણકે હું પોતે પણ સ્મોલ બિઝનેસમેન છું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:20 pm IST)