Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ચૂંટણીના પરિણામ નિરાશાજનક, જીત-હાર જીવનનો હીસ્સો : રોબર્ટ વાડ્રાની પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણીના ગુરુવારના આવેલ પરીણામોને લઇ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જીજા રોબર્ટ વાડ્રાએ કહ્યું છે કે ચુંટણીના પરીણામો નીરાશાજનક છે પણ જીત-હાર જીવનનો એક હિસ્સો છે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનડીએ ને અભિનંદન આપતા ભારત પર શાસન સેકયુલર અને લોકતાંત્રિક રીતે કરવા આશા રાખી છે.

(11:53 pm IST)
  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારતભરમાં સૌથી વધુ મત મેળવી નવો રેકોર્ડ સર્જવા તરફ : કેરળની વાયનાડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતોની જંગી લીડ મેળવી ભારતમાં સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ સર્જશે : જયારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે access_time 6:40 pm IST

  • ૩૦મીએ ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે શપથ લેશે નરેન્દ્રભાઇ મોદીઃ તે પૂર્વે જ સંભવત માતા હિરાબાના આશિર્વાદ લેવા ગાંધીનગર આવશેઃ અમિતભાઇ પણ પ્રચંડ વિજય વધાવવા માટે ગુજરાત આવશે અને શપથ લીધા પછી વારાણસીની પ્રજાનો આભાર માનવામાનવા કાશી જશે વડાપ્રધાન access_time 1:01 pm IST