Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રોબર્ટ વાડ્રાના આગોતરા જામીન રદ્દ કરવા માટે ઇડી પહોચ્યુ હાઇકોર્ટમાં

મની લોન્ડ્રીંગ કેસમાં વાડ્રા ફરતે ભીંસાતો ગાળિયો

નવી દિલ્હી તા. ૨૪ : ઈડી મની લોંડ્રિંગ કેસમાં રોબર્ટ વાડ્રાના જામીન રદ કરાવવા માટે દિલ્લી હાઈકોર્ટ પહોંચ્યુ છે. આ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે તેમને હાલમાં જ આગોતરા જામીન આપ્યા છે. રોબર્ટ વાડ્રાએ કોર્ટમાં પોતાની સામે ચાલી રહેલ મની લોન્ડ્રિંગ કેસ હેઠળ ફાઈલ કરાયેલ એફઆઈઆરને પડકારી હતી. તેમણે કોર્ટ પાસે માંગ કરી કે તેને ફગાવી દેવામાં આવે. હાલમાં વાડ્રાને પટિયાલા હાઉસ કોર્ટે પાંચ લાખ રૂપિયાની જાત મુચરકા પર આગોતરા જામીન આપી દીધા છે.ઈડી રોબર્ટ વાડ્રાની અરજીનો વિરોધ પણ કરી ચૂકયુ છે. રોબર્ટ વાડ્રાની અરજી પર ૧૮ જુલાઈએ સુનાવણી થવાની છે પરંતુ તે પહેલા ઈડીએ કોર્ટને તેમના આગોતરા જામીન રદ કરાવવાનો નિર્ણય કર્યો છે.

(4:04 pm IST)