Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રાહુલની શુભકામના : નરેન્દ્રભાઇનો જવાબ

નવી દિલ્હી : પીએમ મોદીના આ પ્રચંડ જીતબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમને જીતના અભિનંદન પાઠવ્યા. રાહુલ ગાંધીના આ ટ્વીટ પર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની શુભકામનાઓવાળા ટ્વીટ પર જવાબ આપીને પીએમ મોદીએ લખ્યુ, 'તમારી શુભકામનાઓ માટે આભાર રાહુલ ગાંધી.' આ પહેલા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં કહ્યુ, 'હું દેશની જનતાના નિર્ણયનો સ્વીકાર કરુ છુ.'

(4:03 pm IST)