Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

હવે મોદી ટેક્ષમાં છુટછાટ - GSTમાં રાહત આપશે

GSTની ફેર સમીક્ષા કરવામાં આવશે : ઘટીને ૨ સ્લેબ થાય તેવી શકયતા છે : મધ્યમ વર્ગને ટેક્ષ છુટ પણ આપશે : ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે પણ સરકારે કમર કસી : માંગને વધારવા નિવેશ ઉપર વિચાર કરાશે

નવી દિલ્હીઃ કેન્દ્રની સત્તામાં ભારે બહુમતીથી કમબેક કરનારી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર અર્થવ્યવસ્થામાં ઝડપ લાવવાનો પૂરો પ્રયાસ કરશે આ માટે તે પહેલાથી જ ડ્રાફટ તૈયાર કરી ચૂકી છે. નવી સરકાર પોતાના વાયદાના અનુરૂપ મધ્યવર્ગના ટેકસને વધુ રાહત આપવાના પગલા ભરી શકે, સાથે જ જીએસટીને વધારે સરળ કરી શકાય છે. ભાવી સરકાર પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટને વધારવા અને માગમાં નવા પ્રાણ ફૂંકવા માટે પહેલાથી ડ્રાફટ તૈયાર કરી ચૂકી છે, કારણ કે તેને જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરવાનું છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે ચિંતા આ વાતની છે કે જો ઉપાયોને લાગૂ કરવામાં સમય લાગી છે તો હાલની અર્થવ્યવસ્થામાં મંદીનું સંકટ વધારે થઈ જશે.

કેન્દ્રિય નાણા મંત્રાલય અને અન્ય વિભાગોએ અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે પહેલા જ એક ડ્રાફટ તૈયાર કરી લીધો હતો. જેના પર નવી સરકારને ધ્યાન આપવાની જરૂર હશે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં આખા વર્ષ દરમિયાન GDP દર અનુમાન ૭ ટકા રહેશે પરિણામે ચોથા કવાર્ટરમાં જીડીપી વિકાસ દર ઘટીને ૬.૫ ટકા રહેવાનો અંદાજ છે. હાલના મહિનાઓમાં પ્રાઈવે રોકાણમાં અછત વચ્ચે ગ્રાહકોની માગમાં ઘટાડો થયો છે.

અધિકારીઓએ કહ્યું કે પહેલો પડકાર માંગમાં વધારો કરવાનો હશએ. આગામી જુલાઈમાં બજેટ રજૂ કરવાની સંભાવના છે અને તેમાં ટેકસ ઓછો કરીને મધ્યમ વર્ગને રાહત મળી શકે, જેથી તેમના હાથમાં વધારે પૈસા રહેશે પરિણામ સ્વરૂપ ખર્ચની સાથે માંગમાં પણ વધારો થશે, અંતરિમ બજેટ દરમિયાન સરકાર મધ્યમ વર્ગ માટે ટેકસમાં ઘટાડો કરવાનો વાયદો કર્યો.

મેક ઈન ઈન્ડિયા મેન્ચુફેકચરિંગ પહેલ સાથે સાથે ઔદ્યોગિક ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસને પણ ઉત્સાહિત કરવું પડશે. આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સરકારી રોકાણ વધારવું પડશે. કારણ કે તેમાં પ્રાઈવેટ રોકાણ વધારવામાં ઘણો સમય લાગશે.

જીએસટી ૨.૦ને લઈને સરકારમાં પહેલાથી ચર્ચા થઈ ચૂકી છે. આ હેઠળ તેનું સરળ રીતે પાલન, રેટ સ્ટ્રકચરની સમીક્ષા તથા પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટી હેઠળ લાવવા શામેલ છે. જીએસટીના ચાર સ્લેબ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાને ઘટાડીને હવે બે મુખ્ય સ્લેબ કરી શકાય છે.

સીમેન્ટ અને ઓટોમોબાઈલ ૨૮ ટકા સૌથી ઉંચા સ્લેબમાં જ રહી શકે છે આ વસ્તુઓ પર રેટને જીએસટીથી થતી આવકને સ્થિરતા આપનાર તરીકે જોવાય છે. સાથે જ સરકાર નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે ઉપાય કરશે, જેમાં ઘણો ઘટાડો નોંધાઈ ચૂકયો છે.

એક અન્ય અધિકારીએ જણાવ્યું કે સરકાર આ વાત પર વિચાર કરી શકે છે કે અત્યાર સુધીમાં શું મળ્યું છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ અને સ્ટાર્ટઅપ ફ્રેમવર્કમાં સુધારાના ઉપાયોનો ડ્રાફટ પહેલા તૈયાર કરાઈ ચૂકયો છે.

(3:48 pm IST)