Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સંખ્યાબંધ અમેરિકી શહેરોમાં ભારતીય ચૂંટણી પરિણામોનું લાઈવ ટેલીકાસ્ટ

હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારાને સમર્થન : સેકયુલારિઝમથી ભારતની પ્રજા કંટાળી છે : વોશિંગ્ટન પોસ્ટ

ન્યુયોર્ક : ભારતની લોકસભાની ચૂંટણીના પરિણામોએ વિદેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોમાં પણ ઘણી ઉત્સુકતા જન્માવી હતી. યુએસએના મિનેસોટા, ઇલિનોઇસ, ન્યૂજર્સી, મેસેચ્યુસેટ્સ, ફ્લોરિડા, વોશિંગ્ટન ડીસી, વર્જિનિયા, કેલિફોર્નિયા અને અન્ય રાજયોમાં ભારતીય અમેરિકનોની મોટી વસતી છે. અહીં ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા મોટા થિયેટરોમાં લોકસભાની ચૂંટણીના પરિણામોનું લાઇવ ટેલિકાસ્ટ આયોજિત કરાયું હતું. થિયેટરોના વિશાળ પરદાઓ પર ભારતીય ન્યૂઝ ચેનલોના લાઇવ ટેલિકાસ્ટનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં એનઆરઆઈ આ લાઇવ ટેલિકાસ્ટ જોવા ઊમટી પડયા હતા. ભારતમાં ફરીવાર મોદી સરકાર સત્ત્।ામાં આવી રહી હોવાના ટ્રેન્ડ પ્રાપ્ત થતાં જ અમેરિકામાં વસતા એનઆરઆઈ અને ભારતીય મૂળના અમેરિકનોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું.

ભાજપના ફેન્સ દ્વારા મીઠાઈ વહેંચી મોદી સરકારના વિજયની ઉજવણીઓ કરાઈ હતી. તે ઉપરાંત દ્યરો, રેસ્ટોરન્ટ, કલબ હાઉસો અને હોટેલ સ્યૂટ્સમાં પાર્ટીઓનું આયોજન કરાયું હતું. પરિવારોએ સાથે મળીને લોકસભા ચૂંટણીના પરિણામોની માહિતી મેળવી ઉજવણીઓ કરી હતી.

એનઆરઆઈ ઉદ્યોગપતિઓએ પણ ભાજપના વિજયને વધાવ્યો છે.

નવી સરકાર ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે. દેશને લૂટનારા લોકો નાબૂદ થઈ જશે. ભારત વિશ્વગુરુ બનશે. ડો. બી આર શેટ્ટી, ચેરમેન એનએમસી હેલ્થકેર, યુએઇ

મોદી સરકારની કામગીરીનું પરિણામ. તેમણે વિશ્વ સમક્ષ બ્રાન્ડ ઈન્ડિયા આપી છે. મૂડીરોકાણનું વાતાવરણ સર્જી મોદી સરકારે રોજગારીની તકો ઊભી કરી છે : રિઝવાન સાજન, ચેરમેન, દાનુબે ગ્રૂપ યુએઇ

મોદી સરકાર તેની બીજી ટર્મમાં ભારતમાં વેપાર અને વાણિજયનો વધુ વિકાસ કરશે. આગામી સમયમાં મોદી સરકાર વેપાર વધારવા મહાન પગલાં લેશે.  જોય આલુક્કાસ, એમડી, જોયાલુક્કાસ ગ્રૂપ

આશ્યર્યજનક રીતે નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપ લોકસભાની ૩૦૦ કરતાં વધુ બેઠકો પર વિજય મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. ભાજપને ૨૦૧૪ કરતાં પણ વધુ બહુમતી મળશે ૅં ન્યૂયોર્ક ટાઇમ્સ

પીએમ મોદીનો ભવ્ય વિજય. મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રચાર કેન્દ્રિત કરીને પોતાના વિરોધીઓને નબળા ચીતરવામાં સફળતા હાંસલ કરી. મોદીના રાષ્ટ્રવાદનો વિજય થયો છ : વોશિંગ્ટન પોસ્ટ

અમેરિકાના ન્યૂઝપેપર 'વોશિંગ્ટન પોસ્ટે' લખ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. મતદારોએ તેમના જેવા સખત નિર્ણય લઈ શકતા કદાવર નેતામાં અને તેમની હિંદુ રાષ્ટ્રવાદની વિચારધારાને ટેકો આપ્યો છે. મૂળ આ હિંદુ રાષ્ટ્ર છે પણ આઝાદી બાદ દેશના નેતાઓએ સેકયુલારિઝમને પ્રમોટ કર્યું છે અને દેશની જનતા એનાથી કંટાળી છે. ૮૦ ટકા વસતી હિંદુ છે અને મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બુદ્ઘિસ્ટ અને બીજી અનેક જાતિના લોકો આ દેશમાં રહે છે.

મોદીએ ચૂંટણીની પરિભાષા બદલી લંડનના અગ્રણી ન્યૂઝપેપર ડેઈલી મેલે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વ્યકિતત્વની તારીફ કરી છે અને લખ્યું છે કે ૬૮ વર્ષના આ નેતાએ દેશમાં ચૂંટણીના ઈતિહાસને બદલી દીધો છે. અગાઉની ચૂંટણીમાં જાતિગત, સામાજિક અને આર્થિક મુદ્દા છવાઈ જતા હતા પણ મોદીએ વિકાસ અને રાષ્ટ્રવાદની વાત કરી છે. તેઓ એક કદાવર હિંદુ નેતા તરીકે પોતાની છબિ લોકોમાં બનાવી શકયા છે અને એમના શાસનમાં દેશે પ્રગતિ કરી છે અને વિશ્વમાં ભારતની પ્રતિભા નિખરી છે.

(3:42 pm IST)