Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

તામિલનાડુમાં ગજબનો રાજકીય ખેલ ખેલાય છે

ચેન્નાઇ, તા.૨૪: ૨૦૧૪માં તામિલનાડુમાં જયલલિતાલા એઆઇડીએમકે પક્ષની અભૂતપૂર્વ બોલબાલ હતી. ૨૦૧૪માં જયલલિતાના પક્ષને ૩૭ અને તેના હરીફ ડીએમકે પક્ષને ૦ બેઠક મળી હતી. જયારે આ વખતે ૨૦૧૯માં જયલલિતાની ગેરહાજરીમાં એઆઇડીએમકે પક્ષ સાફ થઇ ગયો છે. ભાજપ સાથે જોડાણ કરેલ પરંતુ ભાજપનો પણ સફાયો બોલી ગયો છે. આ ચૂંટણીમાં જયલલિતાના પક્ષને માત્ર ૨ અને કરૂણનિધિ-સ્ટાલીનના ડીએમકેને ૩૬થી વધુ બેઠકો મળી છે.દાયકાઓથી તામિલનાડુમાં કરૂણાનીધીનો ડીએમકે-પ્રવિડ મુનેત્ર કઝગમ અને જયલલિતાને એઆઇએડી એમકે-પક્ષ એક કે બાદ એકની તરાહ પર સતા સંભાળતો આવ્યો છે. ભાજપના ભારે પ્રયાસો છતાં પગ પેસારો કરી શકેલ નથી.

(3:35 pm IST)