Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

૩૦ મે ગુરુવારે શપથ લેશે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈને નાણાં ખાતું સોંપાય તેવી સંભાવના, રાજનાથ નંબર ટુ થશે, સરકાર સંગઠનનું સ્વરૂપ બદલાશે, સ્મૃતિનું મહત્વ વધશે: રાજ્યસભામાં વિરોધપક્ષની તાકાત ઘટાડશે ભાજપ: રોબર્ટ વાડરાની ધરપકડ માટે એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ મેદાને, જમીન રદ કરવા માગણી: કાલે સવારે સીડબ્લ્યુસીની બેઠક, રાહુલ રાજીનામુ આપશે

(1:06 pm IST)
  • દેશભરના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને દિલ્હીનું તેડું સંભવત આજે જશે દિલ્હી: પક્ષ તરફથી તમામને દિલ્હી જવાનું ફરમાન કરવામાં આવ્યું access_time 2:16 pm IST

  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST

  • આજે સાંજે અંતિમ કેબીનેટઃ ગૃહ ભંગ કરવા ઠરાવ કરશેઃ ત્યારબાદ રાષ્ટ્રપતિને મળી નરેન્દ્રભાઇ રાજીનામું આપશેઃ ૧૬મી લોકસભા ભંગ કરવા ભલામણ કરશેઃ રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોજોલ રાત્રી ભોજનમાં હાજરી આપશે access_time 1:08 pm IST