Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભારે કરી : કોરબામાં જીતનો ઉત્સવ મનાવ્યા બાદ ભાજપ ઉમેદવાર હાર્યા !

કોંગ્રેસ ઉમેદવાર જ્યોત્સના મહંતે બીજેપીના દુબેને 26 હજારથી વધારે મતથી હરાવ્યા

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં છત્તીસગઢની સૌથી હાઇપ્રોફાઇલ સીટ કોરબામાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે આ બેઠક પર કોંગ્રેસ તરફથી છત્તીસગઢ વિધાનસભાના અધ્યક્ષ ડો. ચરણદાસ મહંતની પત્ની જ્યોત્સના મહંત ઉમેદવાર હતા. કોરબામાં કોંગ્રેસ ઉમેદવાર જ્યોત્સના મહંતે બીજેપીના જ્યોતિનંદ દુબેને 26 હજારથી વધારે મતથી હરાવ્યા હતા.
   કોરબા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જ્યોતિનંદ દુબે સવારથી લીડમાં હતા એક સમયે મતોની લીડ દસ હજારથી વધારે મતની થઈ હતી. સમર્થકોને લાગ્યું કે જ્યોતિનંદ દુબે જીતી રહ્યા છે. આ માટે મતગણતરી કેન્દ્ર પર ઉત્સવનો માહોલ બની ગયો, સમર્થકો બીજેપીના ઉમેદવારને હાર પહેરાવવા લાગ્યા હતા. ઢોલ-નગારા વાગવા લાગ્યા હતા. મીઠાઈ વહેચી દેવામાં આવી હતી.

(12:16 pm IST)
  • નરેન્દ્રભાઇના ઐતિહાસિક વિજય અંગે વિવિધ અખબારોએ આજે શું લખ્યું છે ? access_time 11:33 am IST

  • ગુજરાતમાંથી કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન કોને મળશે? : રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ નિશ્ચિતઃ મનસુખ માંડવીયા, પરષોતમ રૂપાલાનો થઇ શકે છે સમાવેશઃ બંનેને ભાજપ જીતાડવા ભજવી મહત્વની ભૂમિકાઃ જશવંતસિંહ ભાંભોર, રાજયકક્ષાના પ્રધાન પરબતભાઇ પટેલને મળી શકે છે સ્થાન access_time 3:45 pm IST

  • સુરત મૃત્યુ આંક.21 થયો :21 બાળકોની લાશો આગમાં ભડથું: પીએમ મોદી આવતીકાલે સુરતની મુલાકાત લે તેવી અટકણો તેજ સમગ્ર રાજ્ય સાથે દેશભરમાં હચમચાવનારી બની છે ઘટના access_time 12:55 am IST