Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

૮ વર્ષનો છોકરો ૧૦૬ ભાષા લખી-વાંચી શકે છેઃ ૧૦ ભાષા કડકડાટ બોલે છે

ચેન્નઇ તા ૨૪  :  સાત-આઠ વર્ષના બાળકને માતૃભાષા ઉપરાંત કેટલી ભાષાઓ આવડતી હોઇ શકે ? આપણી કલ્પના પણ જયાં ન પહોંચી શકે એટલું શીખી લીધું છે. ચેન્નાઇના આઠ વર્ષના નિપાલ થોગુલુવા નામના ટાબરિયાએ ેદેશભરમાં તેની ખ્યાતી છે. કેમ કે, તે કુલ ૧૦૬ ભાષાઓમાં લખી અને વાંચી શકે છે, એટલુંજ નહીં, તે ૧૦ ભાષામાં કડકડાટ વાતો કરી શકે છે. નિપાલ ઇન્ટરનેશનલ ફોનેટિક આલ્ફાબેટ પણ શીખ્યો છે. જે કોઇ પણ ભાષાના ધ્વનિને વાસ્તવિક ઉચ્ચારણ સાથે પ્રસારિત કરતું યુનિવર્સલ પ્રમાણ છે. નિપાલને કઇ રીતે ભાષાઓમાં રસ પડવાનું શરૂ થયું એની ખબર નથી, પણ તેને નવું જાણવામાં મજા પડતી હોવાથી તે નવી ભાષાઓ શીખતો રહ્યો અને ૧૦૬ ભાષાઓ વાંચતા લખતાં શીખી ગયો છે. નિપાલના પિતા શંકરનારાયણ પણ દીકરાના અચીવમેન્ટથી ખુબ ખુશ છે. પિતાનું કહેવું છે કે હજી ગયા વર્ષે જ તેણે નવી ભાષાઓ શીખવાનું શરૂ કર્યુ હતું. ઇન્ટરનેટ અને યુટયુબની મદદથી તે એક શત્તકથીએ વધુ ભાષા શીખ્યો છે. હાલમાં તે બીજી પાંચ ભાષા શીખી રહ્યો છે.

(11:49 am IST)