Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

આવતીકાલે કોંગ્રેસ કારોબારીની બેઠકઃ રાહુલ ગાંધી રાજીનામુ આપી દેશે

નવી દિલ્હીઃઆવતીકાલે ૨૫ મેના રોજ કોંગ્રેસની કારોબારીની બેઠક દીલ્હીમાં મળી રહી છે. ત્યારે ટોચના કોંગી વર્તુળના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ પદેથી શ્રી રાહુલ ગાંધી રાજીનામું આપી દેશે.  કોંગ્રેસના વર્તુળના જણાવ્યા પ્રમાણે ગઇકાલના પરીણામોમાં સાથી પક્ષો સાથે મળીને પણ કોંગ્રેસના મોરચાના માત્ર ૮૭ બેઠકો મળતા ગઇકાલે જ રાહુલ રાજીનામુ આપવા માગતા હતા, પરંતુ યુપીએના ચેરમેન અને તેના માતુશ્રી સોનીયા ગાંધીએ રાજીનામુ આપતા હતા. સોનીયાજીએ રાહુલને કહેલ કે જો રાજીનામુ આપવા માગવા હોય તો રાહુલે કોંગ્રેસ કારોબારી બેઠકમાં રાજીનામુ આપવુ જોઇએ.  કોંગ્રેસ માટે સૌથી આઘાત જનક અને શરમ જનક બાબત હોય તો અમેઠીની બેઠક ઉપર ભાજપના મહિલા નેતા સ્મૃતિ ઇરાની સામે કોંગ્રેસ પ્રમુખનો પરાજય છે.

(11:38 am IST)