Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

ભાજપાની પ્રચંડ વિજયના પાયામાં હતી આ ૧૦ યોજનાઓ

ગામ-ગરીબ, ખેડૂત, મજુસ, શોષિત વંચિત વગેરેને લાભ થયા

નવીદિલ્હી, તા.૨૪: નવાભારતના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યાપક ચુંટણી અભિયાનના કારણે ભાજપા પ્રચંડ બહુમતિ સાથે ફરી એક સતા હાંસલ કરશે. કોંગ્રેસ ૫૩ બેઠકો જ મેળવી શકી હતી જયારે ભાજપાને એકલાને ૩૦૩ બેઠકો મળી છે. એનડીઅને ગણત્રીમાં લઇએ તો આંકડો ૩૫૦ પહોંચે છે અને મોદી લહેર-૨ ગણવામાં આવે છે. એટલે જાણવું દિલચશ્ય બનશે કે મોદી સરકારના પહેલા કાર્યકાળમાં એવી કઇ યોજનાઓ હતી જેનાથી ગામડા, ગરીબ, ખેડૂત, મજૂર અને સમાજના શોષિત-વંચિત બધાને ફાયદો થયો હતો. કદાચ આ યોજનાઓના કારણે જ જાતિવાદી સમીકરણો પણ ઉડી ગયા હતા. તો આવો જાણીએ મોદી સરકારની કેટલીક મુખ્ય યોજનાઓ અંગે.

૧. ઉજજવલા યોજના

ચુંટણી પ્રચાર દરમ્યાન ભાજપાએ પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાની બહુ ચર્ચા કરી હતી. આ યોજના હેઠળ મોટી સંખ્યામાં ગરીબ પરિવારોને મફતમાં ગેસકનેકશન અપાયા હતા. આનો મોટો ફાયદો બહેનો દિકરીઓને થયો જે ધુમાડામાં ખાણુ બનાવવા માટે મજબૂત હતી. આ યોજના હેઠળ ૭ કરોડ એલપીજી કનેકશનો આપવામાં આવ્યા હતા.

૨. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના

અસંગઠિત ક્ષેત્રના ૪૦ વર્ષ સુધીની ઉમરના કામદારોને ૬૦ વર્ષની ઉમર પછી ૩૦૦૦ રૂપિયાનું માસિક પેન્શન આપવાની આ યોજના છે તેના ઉદેશ ૧૫૦૦૦ રૂપિયા સુધીની માસાક આવકવાળા અસંગઠીત ક્ષેમના કાયદારોને પેન્શન આપવાનો છે. આગામી પાંચ વર્ષમાં ૧૦ કરોડ કામદારો તેમાં જોડાવાની આશા છે.

૩. પીએમ કિશાન સમ્માન નિધિ

નાના અને સિમાંત ખેડૂત પરિવારો જેમની પાસે બે હેકટર સુધીની જમીન હોય તેમને આ યોજનાનો લાભ મળશે. આગામી પાંચ વર્ષ સુધી આ યોજના હેઠળ સરકાર ખેડૂત પરિવારોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયા આપશે.

૪. આયુષ્યમાન ભારત

૨૩ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ લોન્ચ થયેલી આ યોજના સ્વાસ્થ્ય વિમા માટે છે તેના હેઠળ અત્યાર સુધીમાં ૧૦ લાખ ગરીબ દરદીઓ લાભ લઇ ચુકયા છે અને માનવામાં આવે છે કે ચુંટણીમાં આ યદોજના ગેમ ચેન્જર સાબિત થઇ, ગ્રામ્ય વિસ્તારના ૮.૦૩ કરોડ પરિવાર અને શહેરી વિસ્તારના ૨.૩૩ કરોડ પરિવાર આ યોજનાના વ્યાપમાં આવશે.

૫. ગામડામાં વિજળી

મોદી સરકારે અંતરીયાળ ગામડાઓમાં દરેક ઘરે વિજળી પહોંચાડવા માટે પુરી તાકાત લગાવી હતી. તેના કારણે ગરીબો અને વંચિત લોકોને માટે વિચારતી સરકાર તરીકે તેની છબી લોકોમાં ઉભરી આવી હતી.

૬. ઇન્સોલ્વસી એન્ડ બેંકસસી કાનૂન

આ કાયદો કેન્દ્ર સરકારની સૌથી મોટી સફળતા તરીકે જોવામાં આવે છે. આ કાયદાની પ્રાથમિક સફળતાને જોઇને સરકારે તેમાં ઘણી બધી જોગવાઇઓ ઉમેરી છે. આના કારણે બેંકીની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે.

૭. સ્વચ્છતા અને શૌચાલય

સ્વચ્છ ભારત મિશન હેઠળ ૨૦૧૪થી અત્યાર સુધીમાં દેશભરમાં ૯.૨ કરોડ શૌચાલયો બનાવાયા છે. દુનિયામાં પોતાના પ્રકારના આ સૌથી મોટા અભિયાન થી ૫૦ કરોડ લોકોને લાભ થયો અને તેના જીવન સ્તરમાં સુધારો થયો.

૮. સબસીડીનું ડીજીટલ ટ્રાન્સફર

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીએ એક વાર કહ્યું હતું કે કેન્દ્રમાંથી મોકલાતો ૧ રૂપિયો ગરીબો સુધી પહોંચતા પહોંચતા ૧૫ પૈસા રહી જાય છે એટલે વચેટીયાઓના કમીશનો દુર કરવા માટે મોદી સરકારે સબસીડી સીધી લાભાર્થીઓના ખાતામાં પહોંચાડવાની યોજના શરૂ કરી.

૯. ઇન્ફ્રાસ્ટ્રકચર પર કામગીરી

રોડ, હાઇવે અને મેટ્રો નેટવર્કને ઝડપથી આગાળ વધારવાનું કામ થયું. એક રિપોર્ટ અનુસાર ૨૦૧૩-૧૪ રોજનું ૧૨ કિમી હાલવેનું કામ થતું જે ૨૦૧૭-૧૮માં વધીને દૈનિક ૨૭ કિમી પર પહોંચ્યું.

૧૦. પ્રધાનમંત્રી આવાસ યોજના

શહેરોમાં રહેતા ગરીબ લોકોને તેમની ખરીદક્ષમતા અનુસાર ઘર આપવાની યોજના છે. આ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દરેકને ઘર આપવાના છે. સરકારનું લક્ષ્ય ૨૦ લાખથી વધારે ઘર બનાવવાનું છે. આ યોજના હેઠળ પહેલું ઘર ખરીદનારને હોમ લોન પર વ્યાજ સબસીડી ૨.૬૦ લાખ રૂપિયા સુધી મળે છે.

(11:38 am IST)