Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

હિન્દી પટ્ટીના પાટા પર પૂરપાટ દોડી મોદી એકસપ્રેસ

હિન્દી બેલ્ટના રાજ્યોએ ભાજપને ખોબલે-ખોબલે મત આપ્યાઃ ૧૧ રાજ્યોમાંથી ૨૦૨ બેઠકો મળી

નવી દિલ્હી, તા. ૨૪ :. ગત ચૂંટણીમાં ભાજપને બહુમતી મેળવવા પાછળ હિન્દી પટ્ટીના ૧૧ રાજ્યોએ મોટો ફાળો આપ્યો હતો. આ વખતે ફરી બહુમતી મેળવવામાં આ હિન્દી પટ્ટીના રાજ્યોએ ભાજપની મદદ કરી છે. પક્ષ આ રાજ્યોમાં પોતાનુ અગાઉનુ પ્રદર્શન દોહરાવવામાં સફળ રહ્યો છે એટલુ જ નહિ પશ્ચિમ બંગાળ અને ઓડીશામાં સારો દેખાવ કરી કુલ બેઠકોની સંખ્યામાં પણ વધારો કર્યો છે.

૨૦૧૪માં એનડીએને હિન્દી પટ્ટીના ૧૧ રાજ્યોની ૨૨૬માંથી ૨૦૨ બેઠકો મળી હતી. આ વખતે પણ આ ૧૧ રાજ્યોમાંથી ૨૦૨ બેઠકો મળી છે. ગત ચૂંટણીમાં પક્ષે આ ૧૧ રાજ્યોમાંથી ૫ રાજ્યો ઉત્તરાખંડ, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ અને હિમાચલમાં કલીનસ્વીપ કર્યો હતો. આ વખતે આ પાંચ રાજ્યો ઉપરાંત પક્ષે હરીયાણામાં પણ જોરદાર દેખાવ કર્યો છે. પક્ષ બિહાર તથા મધ્યપ્રદેશમાં માત્ર ૧ બેઠક તો ઝારખંડ અને છત્તીસગઢમાં ૨ સીટથી કલીનસ્વીપ કરવામાં ચૂકી ગઈ.

ચૂંટણી પહેલા કયાસ લગાવવામાં આવતા હતા કે હિન્દી પટ્ટીના રાજ્યોમાંથી ૯૦ ટકા બેઠકો પર કબ્જો ભાજપ જમાવી નહી શકે અને બહુમતીથી દૂર રહેશે. કારણ કે આમાથી ભાજપે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સત્તા ગુમાવી હતી તેથી શંકા હતી પરંતુ હિન્દી પટ્ટીમાં ભાજપે જબરો દેખાવ કર્યો છે. સત્તા વિરોધી લહેર સમાપ્ત કરી નાખી છે. આ કડીમાં ભાજપે ૬૮ બેઠકો પર નવા ચહેરાઓ ઉતાર્યા હતા અને પ્રચાર રાષ્ટ્રવાદ પર કર્યો હતો.(૨-૫)

રાજ્યો

૨૦૧૪

૨૦૧૯

યુપી

૭૩

૬૪

બિહાર

૩૧

૩૯

ઝારખંડ

૧૨

૧૨

ઉત્તરાખંડ

મ.પ્રદેશ

૨૭

૨૮

છત્તીસગઢ

૧૦

રાજસ્થાન

૨૫

૨૫

દિલ્હી

હરીયાણા

૧૦

ચંદીગઢ

હિમાચલ

કુલ

૨૦૨

૨૦૨

(10:34 am IST)
  • ગુજરાતમાંથી કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન કોને મળશે? : રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ નિશ્ચિતઃ મનસુખ માંડવીયા, પરષોતમ રૂપાલાનો થઇ શકે છે સમાવેશઃ બંનેને ભાજપ જીતાડવા ભજવી મહત્વની ભૂમિકાઃ જશવંતસિંહ ભાંભોર, રાજયકક્ષાના પ્રધાન પરબતભાઇ પટેલને મળી શકે છે સ્થાન access_time 3:45 pm IST

  • દિલ્હીમાં સૂપડાસાફ થતા આપના સંયોજકપદેથી અરવિંદ રાજીનામુ આપ્યાના અહેવાલ :દિલ્લીમાં પણ ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કર્યા:આમ આદમી પાર્ટીનો પણ સજ્જડ પરાજય : હારના પગલે દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદેથી રાજીનામુ આપ્યુ હોવાના અહેવાલ access_time 2:16 pm IST

  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST