Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

મેનકા ગાંધી માંડ માંડ જીત્યા

સોનું સિંહને ૧૪૫૨૬ મતોથી આપ્યો પરાજય

સુલતાનપુર તા. ૨૪ : ઉત્તર પ્રદેશની સુલતાનપુર લોકસભા સીટ પર આ વખતે બરાબરની ટક્કર જોવા મળી હતી. શરુઆતથી જ બીજેપી ઉમેદવાર મેનકા ગાંધી અને ગઠબંધનના ઉમેદવાર ચંદ્રભદ્ર ઉર્ફ સોનુ સિંહ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી હતી. જોકે, છેલ્લે મેનકા ગાંધી બાજી મારી ગઈ હતી અને તેણે ૧૪,૫૨૬ મતના અંતરથી સોનુ સિંહને હરાવી હતી. કોંગ્રેસ ઉમેદવાર ડો.સંજય સિંહને માત્ર ૪૧,૬૮૧ મત મળ્યા હતાં.

નોંધનીય છે કે બપોરે આશરે ૪ કલાકે મેનકા ગાંધી મામૂલી અંતરથી સોનુ સિંહથી પાછળ ચાલી રહ્યાં હતાં. મેનકા ગાંધીને કુલ ૪૫૯૧૯૬ અને બીએસપી ઉમેદવાર સોનુ સિંહને કુલ ૪૪૪૬૭૦ મત મળ્યા હતાં. શિવપાલ યાદવની પ્રગતિશિલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના ઉમેદવાર કમલા દેવીને માત્ર ૧૧,૪૯૪ મત મળ્યા હતાં. તો નોટાને કુલ ૯,૭૭૧ મત મળ્યા હતાં.

(10:07 am IST)
  • રાજસ્થાનના સીએમ ગેહલોટ હવે રાહુલ ગાંધીની કરશે મુલાકાત :લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસનો સફાયો થયો છે ત્યારે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલટ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે access_time 2:06 pm IST

  • આજે સાંજે અંતિમ કેબીનેટઃ ગૃહ ભંગ કરવા ઠરાવ કરશેઃ ત્યારબાદ રાષ્ટ્રપતિને મળી નરેન્દ્રભાઇ રાજીનામું આપશેઃ ૧૬મી લોકસભા ભંગ કરવા ભલામણ કરશેઃ રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોજોલ રાત્રી ભોજનમાં હાજરી આપશે access_time 1:08 pm IST

  • દેશભરના ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોને દિલ્હીનું તેડું સંભવત આજે જશે દિલ્હી: પક્ષ તરફથી તમામને દિલ્હી જવાનું ફરમાન કરવામાં આવ્યું access_time 2:16 pm IST