Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

સલમાને પીએમને આપી શુભેચ્છા : શિલ્પા પણ બોલી, 'મોદીજીને દંડવત પ્રણામ'

સલમાને ટ્વીટ કરતા લખ્યું પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને નિર્ણાયક જીત પર હાર્દિક શુભેચ્છા : અમે એક મજબૂત ભારત માટે તમારી સાથે ઉભા છીએ

નવી દિલ્હીઃ એનડીએની શાનદાર જીત બાદ ઘણા બોલીવુડ સિતારાઓએ પીએમ મોદીને શુભકામનાઓ આપી છે. અજય દેવગન, સોફી ચૌધરી, વરૂણ ધવન, હેમા માલિની સહિત અન્ય સિતારાઓએ સોશિયલ મીડિયા પર ભાજપ અને પીએમ મોદીને શુભેચ્છા આપી છે. આ તમામ સિતારા બાદ જયારે સુપરસ્ટાર સલમાન ખાને પણ પીએમ મોદીની ઐતિહાસિક જીત પર ટ્વીટ કર્યું છે. તેણે ટ્વીટ કરતા લખ્યું પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને નિર્ણાયક જીત પર હાર્દિક શુભેચ્છા. અમે એક મજબૂત ભારત માટે તમારી સાથે ઉભા છીએ.

સલમાન સિવાય શિલ્પા શેટ્ટી કુંદ્રાએ પણ પીએમ મોદીને પોતાના અંદાજમાં ટ્વીટર પર શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, 'દેખા યોગા સે હી હોગા.' આને કહે છે. ભૂમિ ભંજન ઇલેકશન પ્રદર્શન. ખુબ ખુબ શુભેચ્છા તમને નરેન્દ્ર મોદી જી. તમને મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ.

સલમાને આ ટ્વીટને ઘણા ફેન્સે લાઇક કર્યું છે. સલમાન ખાન પીએમ મોદીની સાથે પોતાની નજીકના સંબંધને લઈને પણ જાણીતો છે. ઉલ્લેખનીય છે કે સલમાનની ફિલ્મ થોડા દિવસોમાં સિનેમાઘરોમાં આવવાની છે. તેની આ ફિલ્મ ૫ જૂને ઈદ પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને અલી અબ્બાસ જફરે ડાયરેકટ કરી છે. ફિલ્મમાં કેટરીના કેફ તેના લવ ઇન્ટરેસ્ટની ભૂમિકા નિભાવી રહી છે.

(10:05 am IST)