Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

દાદરા અને નગર હવેલીમાં ભાજપને મોટો ઝટકો અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરે બાજી મારી લીધી

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પાછળ રાખીને વિજયી થયા

લોકસભા ચૂંટણીના પરિણામાં સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે દાદરા અને નગર હવેલીમાં ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો છે. ઇલેક્શન કમિશનના આંકડા મુજબ દાદરા અને નગર હવેલીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહેલા મોહન ડેલકરે બાજી મારી લીધી છે.

  ઇલેક્શન કમિશનના ઓફિશિયલ આંકડા મુજબ 7.20 વાગ્યા સુધીમાં મોહન ડેલકરને 89741 મત મળ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 80920 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારને 8546 મત મળ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી દાદરા અને નગર હવેલી લોકસભા બેઠક પર નટુ પટેલ ઉભા રહ્યા હતા. કોંગ્રેસમાંથી પ્રભુ ટોકિયા ઉભા રહ્યા હતા. મોહન ડેલકર 8821 મતોથી આગળ હોવાનું રિપોર્ટ કહે છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, 2014મા આ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના નટુ પટેલ 6214 મતથી જીત્યા હતા

(12:00 am IST)
  • રાજધાની ટ્રેનને વધુ ગતિથી દોડાવાશે : મુંબઇ અને દિલ્હી વચ્ચે દોડતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની મુસાફરીમાં હવે એક કલાક જેટલો સમય પ્રવાસીઓનો બચશ : નવેમ્બરમાં લેવાયેલા ટ્રાયલને રેલવે બોર્ડ દ્વારા લીલી ઝંડી આપી : હવે રાજધાની ટ્રેનને વધુ ગતિથી દોડાવવામાં આવશે access_time 2:08 pm IST

  • આજે સાંજે અંતિમ કેબીનેટઃ ગૃહ ભંગ કરવા ઠરાવ કરશેઃ ત્યારબાદ રાષ્ટ્રપતિને મળી નરેન્દ્રભાઇ રાજીનામું આપશેઃ ૧૬મી લોકસભા ભંગ કરવા ભલામણ કરશેઃ રાત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોજોલ રાત્રી ભોજનમાં હાજરી આપશે access_time 1:08 pm IST

  • ગુજરાતમાંથી કેન્દ્રીય કેબીનેટમાં સ્થાન કોને મળશે? : રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ નિશ્ચિતઃ મનસુખ માંડવીયા, પરષોતમ રૂપાલાનો થઇ શકે છે સમાવેશઃ બંનેને ભાજપ જીતાડવા ભજવી મહત્વની ભૂમિકાઃ જશવંતસિંહ ભાંભોર, રાજયકક્ષાના પ્રધાન પરબતભાઇ પટેલને મળી શકે છે સ્થાન access_time 3:45 pm IST