Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

હેટ ક્રાઇમઃ યુ.એસ.માં ઇન્ડિયન અમેરિકન ઉપર જીવલેણ હુમલો કરનાર ગૂનેગારને ફરમાવાયેલી ૫ વર્ષની જેલસજામાં ઘટાડો કરાયોઃ સારી ચાલ ચલગતને ધ્યાને લઇ ૩ વર્ષના સમયગાળામાં મુકત કરી દેવાનો હુકમ

વોશીંગ્ટનઃ યુ.એસ.ના કિર્કલેન્ડ વોશીંગ્ટનમાં ૮ સપ્ટે.૨૦૧૭ના રોજ ઇન્ડિયન અમેરિકન ૩૮ વર્ષીય સંદીપ રાય ઉપર હુમલો કરી તેનું ગળુ દાબી દઇ હત્યાનો પ્રયાસ કરનાર હેટક્રાઇમ આરોપી ૩૩ વર્ષીય વિલીયમક્રાફટને ૩ વર્ષથી ઓછા સમયમાં જેલસજામાંથી મુકત કરી દેવાશે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

હેટ ક્રાઇમ આરોપી વિલીયમને ગૂનેગાર ઠરાવી માર્ચ ૨૦૧૮માં પાંચ વર્ષની જેલસજા ફરમાવાઇ હતી. જે હેટ ક્રાઇમ માટેની વધુમાં વધુ સજા છે પરંતુ તાજેતરમાં વોશીંગ્ટન સ્ટેટ ડીપાર્ટમેન્ટ ઓફ કરેકશન્શએ તેની સારી ચાલચલગતને ધ્યાને લઇ ૨૮ ઓકટો.૨૦૨૦ના રોજ જેલમુકત કરી દેવાનો નિર્ણય કર્યો છે. આમ ઘટના બન્યા પછી શકમંદ આરોપી તરીકે જેલમાં છકેલાયેલા વિલીયમને ૩ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં મુકત કરી દેવાશે. તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:32 pm IST)