Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

પ્રચંડ વિજય બાદ ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ

કાર્યકર્તાઓ દ્વારા અવિરત પુષ્પવર્ષા દ્વારા તેમનું સ્વાગત કરાયું : વિક્ટ્રી સાઇન સાથે તમામનું અભિવાદન કર્યું

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણીમાં પ્રંચડ વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત ભાઈ શાહ દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાટર્સ આવી પહોંચ્યા હતા અને વિજય માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જનતાનો આભાર માનતાં કહ્યું કે, દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે. જ્યારે અમિતભાઈ  શાહે આ વિજયને ભાજપનો નહીં પરંતુ દેશનો વિજય ગણાવ્યો હતો. 

   વડાપ્રધાન ભાજપ મુખ્યમથક ખાતે પહોંચ્યા હતા. જ્યાં કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓ દ્વારા અવિરત પુષ્પવર્ષા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, વડાપ્રધાન મોદી સતત કાર્યકર્તાઓનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. જેમાં તેઓ વિક્ટ્રી સાઇન સાથે કાર્યકર્તાઓને નમન કરતા પણ જોવા મળ્યા હતા.

   વડાપ્રધાન મોદીની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજનાથ સિંહ શિવરાજસિંહ ચૌહાણ સહિતનાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય રીતે વડાપ્રધાનનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું. 

(12:00 am IST)