Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

અમેરિકાના ન્યુયોર્ક ટાઈમ્સ સહીત વિશ્વના અગ્રણી મીડિયા માધ્યમોએ મોદીના વિજયને વધાવ્યો

ન્યુદિલ્હી : ભારતમાં ફિર એક બાર મોદી સરકારનું સૂત્ર અમલી બનવા જઈ રહ્યું છે તેવા સંજોગોમાં ભાજપ ને મળેલી સ્પષ્ટ બહુમતીને ધ્યાને લઇ વિશ્વના અગ્રણી અખબારોએ મોદી સરકારના નેતૃત્વને બિરદાવતા નિવેદનો કર્યા છે.જે મુજબ અમેરિકાના ધ ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું કે, મોદી મજબૂત છબીના કારણે જીત્યા. ભાજપના આ મોટાં નેતા સામે અવરોધો ઉભા કરવા વિપક્ષ માટે મુશ્કેલ બન્યું. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયને લખ્યું કે મોદીના ભાજપે ફરીથી કમાલ કર્યો. બીબીસી વર્લ્ડના મંતવ્ય મુજબ મોદી સામે ભારતના ભાગલા પાડવાના આરોપો લાગ્યા, પરંતુ પરિણામ દર્શાવી રહ્યા છે કે, તેઓની  ધ્રુવીકરણવાળી છબીને લોકોએ ઘણી પસંદ કરી.જોકે પાકિસ્તાનના ધ ડોને મોદીની આ જીત પાક વિરોધી નીતિ પર મહોર સમાન ગણાવી હતી.

(8:02 pm IST)