Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

લોકસભા ચૂંટણી : આયેગા તો નરેન્દ્ર મોદી સુત્ર આખરે સાર્થક

ભાજપે ત્રણ સુત્ર આપવામાં આવ્યા હતા : અબ કી પાર ફિર મોદી સરકાર જેવા સુત્રો પણ અપાયા

નવી દિલ્હી,તા. ૨૩ : લોકસભાની ચૂંટણી માટે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ મોદીની લોકપ્રિયતા વચ્ચે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને એક્ઝિટ પોલ કરતા પણ વધારે સીટો જીતી લીધી હતી. હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પકડ જાળવી રાખી હતી. સાથે સાથે બંગાળ જેવા રાજ્યોમાં ધડાકા સાથે એન્ટ્રી કરી હતી.  ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન ત્રણ સુત્ર મુખ્ય રીતે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આયેગા તો મોદી હી, અબ કી બાર ૩૦૦ પાર અને અબ કી બાર ફીર મોદી સરકારનો સમાવેશ થાય છે. આ ત્રણેય સુત્ર હવે સાચા પુરવાર છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર વેળા મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે ત્રણ સુત્ર આપ્યા હતા. દરેક પ્રચાર રેલીમાં આ બાબત રજૂ કરવામાં આવી હતી. આખરે આ બાબત સાચી પુરવાર થઇ છે. મોદી વધારે શક્તિશાળી બનીને આગળ આવ્યા છે. મોદી સરકાર ૩૦૦ પારની વાત પણ વારંવાર કરવામાં આવી હતી. સાથે સાથે ફિર એક બાર મોદી સરકારના નારા પણ મોદીએ પ્રચાર વેળા લોકોની ઉપસ્થિતિમાં લગાવ્યા હતા. આ સુત્ર પણ સાર્થક થયું છે. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાંજન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.  ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી. તમામ વર્ગના લોકો દ્વારા ભાજપ અને એનડીએની તરફેણમાં મતદાન કરવામાં આવ્યુ હતું. લોકસભા ચૂંટણી આ વખતે કેટલીક રીતે ઐતિહાસિક છે. સતત બીજી વખત મોદી સરકાર સત્તા મેળવી રહી છે.

(12:00 am IST)