Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વારાણસીની સીટ પર નરેન્દ્ર મોદીની શાનદાર જીત

૬૬૮૭૬૭ મતે શાનદાર જીત

નવીદિલ્હી, તા. ૨૩ : લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો છે અને રેકોર્ડ જીત હાંસલ કરી લીધી છે. આજે વારાણસી બેઠક પરના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બેઠક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી મેદાનમાં હતા. સતત બીજી વખત મોદીએ આ સીટ ઉપર જીત મેળવી હતી. આ વખતે વારાણસી બેઠક પર મોદીને ૪૭૫૬૯ મત મળ્યા છે તેમની ૬૬૮૭૬૭ મતે જીત થઇ છે. આ વખતે તેમની સામે કોઇ મજબૂત ઉમેદવાર દેખાઈ રહ્યા ન હતા. કોંગ્રેસ તરફથી પહેલા પ્રિયંકા ગાંધી વાઢેરાને મેદાનમાં ઉતારવાની વાત થઇ હતી પરંતુ તેમને ચૂંટણીમાં નહીં ઉતારવાનો નિર્ણય છેલ્લીઘડીએ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ તરફથી આ બેઠક પર અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ૨૦૧૪ની ચૂંટણીમાં મોદીની સામે આ બેઠક પર અરવિંદ કેજરીવાલ જેવા શક્તિશાળી ઉમેદવાર હતા જેથી સ્પર્ધા ખુબ જ નજીકની રહી હતી.

(12:00 am IST)