Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વડાપ્રધાન મોદીએ પોતાના નામ આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો : અન્યને પણ નામ આગળ શબ્દ હટાવવા અપીલ

હવે સમય આવી ચુક્યો છે કે ચોકીદાર ભાવનાને આગામી સ્તર પર લઇ જવામાં આવે.

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019માં ભવ્ય વિજય પ્રાપ્ત કર્યા બાદ ભાજપ હવે સરકાર રચવા જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પોતાનાં નામની આગળથી ચોકીદાર શબ્દ હટાવ્યો હતો. વડાપ્રધાને લખ્યું કે, હવે સમય આવી ચુક્યો છે કે ચોકીદાર ભાવનાને આગામી સ્તર પર લઇ જવામાં આવે. આ ભાવનાને હંમેશા જીવીત રાખવા અને દેશના વિકાસ માટે કામ કરતા રહીએ

  હું ચોકીદાર શબ્દ મારા નામ આગળથી હટાવી રહ્યો છું, પરંતુ તે આંતરિક રીતે મારો હિસ્સો રહેશે. હવે હું અન્ય કાર્યકર્તાઓને પણ અપીલ કરુ છું કું તમે પણ તમારા નામ આગળથી શબ્દ હટાવી શકો છો.

   અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાના મહત્વનાં મુદ્દાઓ પૈકીનો એક મુદ્દો ચોકીદાર શબ્દ છે. આ શબ્દ પરથી જ વિપક્ષી કોંગ્રેસે ચોકીદાર ચોર હે જેવા નારાઓ આપ્યા હતા. જો કે આ તમામ નારાઓ બેઅસર રહ્યા હતા. જે પ્રકારે ભાજપ અને એનડીએ સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી રહ્યું છે તે જોતા આ નારાઓ જનમાનસ પર કોઇ કામ કર્યું હોય તેવું લાગી રહ્યું નથી. 

(12:00 am IST)