Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

રાહુલ ગાંધીએ પક્ષ પ્રમુખ પદેથી રાજીનામાની ઓફર કરી : વરિષ્ઠ નેતાઓએ સમજાવ્યા :અઠવાડિયામાં જ મળશે બેઠક

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠમાં હારના કારણો ઉપર પણ ચર્ચા થશે.

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સામે અધ્યક્ષ પદ ઉપરથી રાજીનામાની ઓફર કરી હતી.

 સૂત્રોના મતે રાહુલ ગાંધીના રાજીનામા પર સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓએ તેને સમજાવ્યો હતો કે આવી વાત પાર્ટી ફોરમમાં રાખવી જોઈએ.

  સોનિયા ગાંધી અને વરિષ્ઠ નેતાઓને સમજાવ્યા પછી રાહુલ ગાંધી અટકી ગયા હતા. સૂત્રોના મતે એક સપ્તાહમાં કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવવામાં આવશે. જેમાં રાહુલ ગાંધી રાજીનામાની ઓફર કરશે. સૂત્રોના મતે બેઠકમાં હારના કારણો ઉપર પણ ચર્ચા થશે.

રાહુલ ગાંધીને પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમના રાજીનામા વિશે સવાલ કર્યો ત્યારે  તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કેટલીક વાતો તેના અને કોંગ્રેસ કાર્યસમિતિની વચ્ચે રહેવી જોઈએ

(12:00 am IST)